સમી હાઇવે પરથી ઘાસચારો ભરી ને પસાર થતી ટ્રકમાં માગૅ શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ટ્રકમાં ભરેલ ધાસચારા સળગી ઉઠયો હતો આગની લપેટમાં ટ્રક પણ સળગતાં અફડાતફડી મચી જવા પામી હતી. સમીના દુદખા ગામ પાસે સજૉયેલ આ ધટનાના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે શોર્ટ સર્કિટથી ટ્રક અને ઘાસચારો બળતા ડ્રાઈવરે સમય સુચકતા વાપરી ટ્રકને રોડ સાઈડ કરી પોતે ટ્રકમાંથી ઉતરી જતા મોટી જાનહાની થતા અટકી હતી અને ટ્રકના ચાલકનો પણ આબાદ બચાવ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.સમી તાલુકામાં દુદખાથી મેમણા ગામ વચ્ચે હાઇવે પર પશુઓ માટે ઘાસચારો લઈ જતી ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
સમી હાઇવે પર ઘાસચારો ભરેલી ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફડા - તફડી મચી

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#short circuit#Emergency Response#Traffic Incident#Road Safety#Fire Safety#Driver Rescue#Sami Highway#Truck Fire#Fodder Transport#Dudkha Village#Local Crowd Reaction#Highway Chaos
સંબંધિત સમાચાર
પાટણજંગરાલ GEB કચેરી ખાતે પૂર્વ ધારાસભ્યના નેતૃત્વમાં આવેદનપત્ર પાઠવાયું
11 કલાક પહેલા
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
1 દિવસ પહેલા
પાટણપાટણમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
3 દિવસ પહેલા
