રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ29 મે, 2025| Super Admin

રોટરી ક્લબ પાટણ અને જિલ્લા પોલીસ દ્વારા મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે ની ઉજવણી કરવામાં આવી.

રોટરી ક્લબ પાટણ અને જિલ્લા પોલીસ દ્વારા મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે ની ઉજવણી કરવામાં આવી.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે ગતરોજ મેન્સ્ટ્રુઅલ હાઇજીન દિવસની ઉજવણી ના ભાગરૂપે રોટરી ક્લબ પાટણ અને જિલ્લા પોલીસ પાટણ દ્વારા અવેરનેશની સાથે સાથે મહિલા પોલીસને મેન્સ્ટ્રુઅલ કપ આપવાનો કાર્યક્રમ મહિલા પીઆઇ ભટ્ટ,પીઆઇ બીપી મેણાત,પીઆઇ મોડીયા ની વિશેષ ઉપસ્થિતિ માં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ડો.નૈસર્ગીબેન પટેલ દ્વારા વિષય અનુરૂપ વિસ્તૃત જાણકારી ની સાથે મેન્સ્ટ્રુઅલ કપ થી મહિલાઓને શારીરિક ફાયદા અને લાંબા ગાળે થનારા આર્થિક ફાયદાની જાણકારી આપવામાં આવી હતી.પ્રશ્નોત્તરી દરમિયાન મહિલા પોલીસ દ્વારા સહભાગી બની કાર્યક્રમને રસપ્રદ બનાવવામાં આવ્યો હતો. કાર્યક્રમના કોઓર્ડીનેટર રો.બાબુભાઈ પ્રજાપતિ દ્વારા અમદાવાદની સોલીટાયર રોટરી ક્લબના પ્રોજેક્ટ તરીકે આ મેન્સ્ટ્રુઅલ કપ પ્રોજેક્ટમાં ઓમ્ની લેન્સ પ્રાઇવેટ લિ કંપનીના સીઈઓ.ડાયરેકટર રવિ શ્રીવાસ્તવના પ્રયાસથી રોટરીને એક કરોડ જેટલી રકમનું દાન મળ્યું હોવાનું જણાવી એ અંતર્ગત ભારતીય માર્કેટમાં ઉપલબ્ધ નથી પરંતુ જર્મની કંપનીના અને યુરોપના માર્કેટમાં 2700 રુપિયાની એક એવી કિંમતમાં મળતા એવા 200 ઉપરાંત કપ આજે પાટણ મહિલા પોલીસને વિતરણ કરવામાં આવ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતુ. કાયદો અને વ્યવસ્થાની સાથે પોલીસ કર્મચારી ના આરોગ્ય માટે આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડાનો લાગણીશીલ અભિગમ સરાહનીય રહ્યો હતો.

સંબંધિત સમાચાર