પાટણ સુભાષચોક નજીકના પંપીંગ સ્ટેશન પાછળ બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ કરાતા રહીશોમાં રોષ

નગરસેવક એ સ્થળ તપાસ કરી ચિફ ઓફિસરને રજુઆત કરી; મેડિકલ નગરી ગણાતા પાટણ શહેરમાં કેટલાક ડોક્ટરો પોતાનો બાયોમેડિકલ વેસ્ટ જ્યાં ત્યાં નિકાલ કરતા હોવાના કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે છેલ્લા ઘણા સમયથી પાટણ શહેરના સુભાષ ચોક ખાતે આવેલા પંપીંગ સ્ટેશનની પાછળના ભાગે કોઈ ડોક્ટર દ્વારા પોતાનો મેડિકલ વેસ્ટ ફેંકી જતા હોય જેના કારણે આ વિસ્તારના લોકોમાં રોગચાળો ફેલાવાની ભીતી સજૉવા પામી છે ત્યારે આ વિસ્તારના રહિશો દ્ધારા આ સમસ્યાના નિરાકરણ માટે નગરસેવક ભરતભાઈ ભાટિયા ને જાણ કરતાં તેઓએ સ્થળ તપાસ કરી પાટણ નગરપાલિકા ના ચીફ ઓફિસર ને જાણ કરી આ મેડિકલ વેસ્ટનો કાયમી નિકાલ કરાવી આ બાયોમેડિકલ વેસ્ટ અહિયા કોણ નાખી જાય છે એની તાત્કાલિક તપાસ કરાવે અને નગરપાલિકાના નિયમ મુજબ તે ડોકટર સામે કાયદેસર પગલાં ભરવા અને તેઓની સામે કાયદાકીય કાર્યવાહી કરવા રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.
ટેગ્સ:#Patan city#Municipal Negligence#Disease Risk#Urban Sanitation#Subhash Chowk#Biomedical Waste#Public Health Hazard#Illegal Waste Disposal#Civic Complaint#Chief Officer Report#Medical Accountability#Legal Action Demanded#Resident Protest
સંબંધિત સમાચાર
પાટણસિધ્ધપુર-મહેસાણા હાઈવે પરથી કારના ૫ ગુપ્તખાનામાંથી ઝડપાયો વિદેશી દારૂ; ખોટી નંબર પ્લેટનો પર્દાફાશ
1 દિવસ પહેલા
પાટણસરસ્વતીના ખોડાણા ગામની દીકરીએ CRPF ટ્રેનિંગ કરી પૂર્ણ, વતન આગમન પર ગ્રામજનો દ્વારા ભવ્ય સામૈયું
1 દિવસ પહેલા
પાટણપાટણમાં શ્રાવણના અંતિમ સોમવારે કાવડયાત્રા નીકળી
1 દિવસ પહેલા
પાટણપાટણના સાંઈબાબા નગર સોસાયટીમાં ગટરના પ્રશ્ને ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલનું કડક અલ્ટીમેટમ
1 દિવસ પહેલા
