રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ11 જુલાઈ, 2025| Super Admin

સરસ્વતી-પાટણને જોડતા મુખ્ય માર્ગ પર આવેલ બ્રિજ પર સમારકામ હાથ ધરાયુ

સરસ્વતી-પાટણને જોડતા મુખ્ય માર્ગ પર આવેલ બ્રિજ પર સમારકામ હાથ ધરાયુ
માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા બ્રિજ પર પડેલ નાના-મોટા ખાડાઓ ડામરથી પુરવામા આવ્યા. પાટણ જિલ્લામાં ચોમાસામાં થયેલ વરસાદના કારણે અનેક વિસ્તારમાં નાના મોટા રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું. જેને લઈ પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) હસ્તકના સરસ્વતી-પાટણને જોડતા મુખ્યમાર્ગ પર આવેલ બ્રિજ પર ચોમાસામાં વરસાદને કારણે નાના-મોટા ખાડાઓ પડ્યા હતા. જેને કારણે વાહનચાલકોને અવર-જવર કરવામાં ભારે હાલાકી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. જેને લઈ જિલ્લા વહીવટી તંત્રના સંકલન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્થળ પર ડામરથી ખાડા ભરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી છે, જેથી નાગરીકોને વાહન વ્યવહાર માટે સરળતા રહે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં વરસાદથી થયેલ માર્ગને નુકશાનને પગલે સતત સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે અને તાત્કાલિક રસ્તા મરામત માટે સુયોજિત આયોજન સાથે કામગીરી હાથ ધરાઈ છે.

સંબંધિત સમાચાર