રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા4 મે, 2025| Super Admin

પાલનપુરમાં ભર ઉનાળે વરસાદી માહોલ; સામાન્ય વરસાદે પણ તંત્રની પોલ ખોલી,કરા પડ્યા,વીજળી ડૂલ

પાલનપુરમાં ભર ઉનાળે વરસાદી માહોલ; સામાન્ય વરસાદે પણ તંત્રની પોલ ખોલી,કરા પડ્યા,વીજળી ડૂલ
શહેરના રોડ પર પાણી ભરાતા પ્રજા પરેશાન: નઘરોળ પાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં, પાલનપુરમાં હવામાન વિભાગની આગાહીના પગલે કમોસમી માવઠું થયું હતું. ગતરાત્રે વાવાઝોડાં અને ગાજવીજ સાથે એક ઇંચ જેટલો વરસાદ પડતા પાલનપુર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે પવન ફૂંકાતા ઠેરઠેર વૃક્ષો પડી જવાની સાથે છાપરાં ઉડી જવાના બનાવો પણ સામે આવ્યા હતા. હવામાન વિભાગની આગાહીના પગલે પાલનપુર શહેરમાં ગતરાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી. પાલનપુરમાં ભર ઉનાળે ચોમાસુ જેવો માહોલ સર્જાયો હતો. ગરમીના પ્રકોપ વચ્ચે કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે, વાવાઝોડા સાથે વરસાદને પગલે પાલનપુર શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ જતા લોકો પરેશાન થઈ ગયા હતા. જોકે, વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે, કરા સાથે પડેલા સામાન્ય વરસાદમાં પાલનપુર શહેરના અનેક જાહેર માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. પાલનપુર શહેરના ડેરી રોડ પર જહાંઆરા બાગ-શશીવન પાસેના રોડ પર વરસાદી પાણી ભરાતાં રાહદારી ઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ભર ઉનાળે કમોસમી વરસાદથી પાલનપુર શહેરની હાલત જોતાં ચોમાસામાં વધારે વરસાદ પડે તો શું પરિસ્થિતિ ઉભી થશે? તે આ ભરાયેલા વરસાદી પાણીના દ્રશ્યો પરથી ખ્યાલ આવી જાય છે. આજે સવારના સમયે અહીં થી પસાર થતાં અનેક લોકોના વાહનો પણ વરસાદી પાણીમાં બંધ થઈ ગયા હતા. પાલનપુર ની પ્રજા પરેશાન થઈ રહી છે. નઘરોળ પાલિકા તંત્ર કુંભકર્ણની ગાઢ નિંદ્રામાં છે. ત્યારે આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી પ્રિમોન્સૂન કામગીરીનો એક્શન પ્લાન તૈયાર કરાય તેવી માંગ ઉઠી છે.

સંબંધિત સમાચાર