રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ21 નવેમ્બર, 2024| Super Admin

રેગિંગ  મામલો : 7 આરોપીઓના જામીન નામંજૂર 15 આરોપી 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયા

રેગિંગ  મામલો : 7 આરોપીઓના જામીન નામંજૂર 15 આરોપી 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયા

પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં સિનિયર્સ વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતાં પ્રથમ વર્ષના વિદ્યાર્થી અનિલ મેથાણિયાનું મોત થયું છે. આ બાદ રેગિંગને લઈ રોજ નવાં-નવાં રહસ્યો બહાર આવી રહ્યાં છે. મંગળવારે વાઇરલ થયેલા એક વ્હોટ્સએપ ચેટિંગ પ્રમાણે પ્રથમ વર્ષ 200 વિદ્યાર્થીને પરિચયના નામે રેગિંગ કરવા જિલ્લાવાઈઝ ગ્રુપ બનાવીને બોલાવાતા હતા. જુનિયર મારફત મેસેજ કરાતા હતા. બીજી બાજુ મંગળવારે 15 આરોપી વિદ્યાર્થીને કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે એક દિવસના રિમાન્ડ આપ્યા હતા. જે રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીઓને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ અરજી કરનાર 7 આરોપીઓના જામીન નામંજૂર કરાયા છે. તમામ 15 આરોપી વિદ્યાર્થીઓ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયા છે. 

પાટણ રેગિંગ કેસમાં આરોપીઓના રિમાન્ડ પુરા થતા આજે બુધવારે સાંજે ફરી 15 આરોપીઓને પોલીસ બંદોબસ્ત સાથે એડિશન સિવિલ જજ ડો.એચ.પી જોષીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે વધુ રિમાન્ડ માગ્યા ન હતા. બીજી તરફ 15માંથી 7 આરોપીઓએ જમીન અરજી મુકી હતી. જે નામંજૂર કરવામાં આવી છે. બંને પક્ષોની દલીલો સાંભળી કોર્ટે આરોપીઓની જામીન અરજી નામંજૂર કરતા આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. તમામ 15 આરોપી વિદ્યાર્થીઓને સુજનીપુર સબજેલમાં ધકેલવામાં આવ્યાં છે. જામીન મુકનાર આરોપીના વકીલ દ્વારા આ વિદ્યાર્થીઓ એમબીબીએસનો અભ્યાસ કરતા હોય તેમનો અભ્યાસ ના બગડે, સીસીટીવીમાં દેખાયા હોય તેવા તમામ વિદ્યાર્થીઓને આરોપી તરીકે લઈ લેવામાં આવ્યાં છે અને મેડિકલ કોલેજ દ્વારા આ બનાવમાં પોતાની બેદરકારીને વિદ્યાર્થીઓ પર ઢોળી દેવામાં આવી હોવાની રજૂઆત કરી હતી. આરોપીઓના કૃત્યને કારણે એક આશાસ્પદ યુવાનનું મોત થયું છે જે ગંભીર છે જેથી આરોપીઓના જામીન નામંજૂર કરવા જોઈએ જેવી ધારદાર રજુઆત સરકારી વકીલે કરી હતી. ત્યારે કોર્ટે બન્ને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ જામીન અરજી નામંજૂર કરીને તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો.

સંબંધિત સમાચાર