રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | વડગામ

વડગામ ના માનપુરા ગામે તીનપત્તી નો જુગાર રમતા 10 જુગારીયા ને છાપી પોલીસે ઝડપયા

વડગામ ના માનપુરા ગામે તીનપત્તી નો જુગાર રમતા 10 જુગારીયા ને છાપી પોલીસે ઝડપયા
પોલીસે કુલ રોકડ રૂપિયા ૩૮૪૮૦ કબજે લઈ તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી વડગામ તાલુકાના માનપુરા ગામની સિમમાં ખુલ્લામાં જુગાર રમતા દશ જુગારીયા ઓને છાપી પોલીસે ઝડપી પાડી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ છાપી પોલીસ પેટ્રોલિંગ માં હતા.તે દરમિયાન છાપી પીઆઈ ને મળેલ ખાનગી બાતમી આધારે વડગામ ના માનપુરા ગામે આવેલ હાયર સેકન્ડરી સ્કૂલના પાછળના ભાગે કેટલાક યુવકો બાવળ ની ઝાડીઓ માં ખુલ્લા માં ગોળ કુંડાળું કરી હારજીત નો જુગાર રમે છે. જેથી બાતમી વાળી જગ્યાએ પોલીસે છાપો મારી જુગાર રમતા પાલનપુર ના દશ યુવકો ને પોલીસે રૂ. ૩૮૪૮૦ ની રોકડ સાથે ઝડપી પાડી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ઝડપાયેલા જુગારીયા  (૧) નિશાર અહેમદ બશીર અહેમદ સિંધી (૨) સમીર ઇસ્માઇલ શેખ (૩) મુઝેફર લતીફ શેખ (૪) આફતાબખાન શબ્બીરખાંન નાગોરી (૫) સરફરાઝ અબ્બાસ ખલીફા (૬) રિઝવાન સાજીદ શેખ (૭) રોહીન રસીદભાઈ કુરેશી (૮) નાઈસ જાવેદભાઈ નાગોરી (૯) ઈમ્તિયાજખાન વજીરખાન મકરાણી (૧૦) સાહબાજ સોકતભાઈ ધોબી ,તમામ રહે પાલનપુર
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર