રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા23 જૂન, 2025| Super Admin

છેલ્લા ૨૪ કલાકમાં વરસાદના રેડ એલર્ટ વચ્ચે જન જીવન પ્રભાવિત

છેલ્લા ૨૪ કલાકમાં વરસાદના રેડ એલર્ટ વચ્ચે જન જીવન પ્રભાવિત
સરહદી વિસ્તાર સુઈગામ વાવ થરાદ ધાનેરા ભાભર કાંકરેજ દિયોદર અને લાખણીમાં સામાન્ય વરસાદ બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે આપેલા રેડ એલર્ટ વચ્ચે ગત મોડી રાત્રે બનાસકાંઠા જિલ્લાના અંબાજી દાંતા ઈકબાલગઢ અમીરગઢસહિતના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદથી જનજીવન પર વ્યાપક અસર થવા પામી છે તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં અનેક ભાગો મા સામાન્ય વરસાદ થતાં પ્રજાજનોને નિરાશા વ્યાપી છે. ગુજરાતમાં વરસાદના આગમનની સાથે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાનું આગમન થતાં અનેક વિસ્તારો જળબંબાકાર થવા પામ્યા છે. જેમાં જિલ્લાના પૂર્વ ભાગોમાં વરસાદનું જોર વધારે રહેતા છેલ્લા 24 કલાક દરમિયાન દાંતામાં સૌથી વધુ ૧૦ ઇંચ અને અમીરગઢ ઈકબાલગઢ વિસ્તારમાં ૫ ઇંચ વરસાદ થી વ્યાપક તારાજી સર્જાય છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયુ હતું. ઉપરાંત રસ્તાઓ પણ બેટમાં ફેરવાયા હતા અને અન્ડર પાસમાં પણ પાણી ભરાતા રસ્તાઓ બંધ થયા હતા. અનરાધાર વરસાદના કારણે દાંતા અમીરગઢ વિસ્તારની નદીઓ પણ ખળખળ વહેતી થઈ હતી જેને જોવા લોકો પણ ઉમટ્યા હતા.જિલ્લાના પૂર્વ ભાગમાં પડેલા અનરાધાર વરસાદના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. ત્યારે જિલ્લાના ઉત્તર અને પ્રશ્રિમી ભાગો માં વરસાદનું જોર સામાન્ય રહેતા ક્યાંક છૂટો છવાયો વરસાદ થયો છે. હવામાન વિભાગ દ્વારા હજુ આગામી સમયમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થવાની પ્રજાજનો આશા સેવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો; જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. હવામાન વિભાગ દ્વારા 21 થી 23 જૂન દરમિયાન ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને અંબાજી અરમીગઢ પાલનપુર વિસ્તારમાં ભારે વરસાદ પડતાં પાણી વહેતા થયા હતા. ખેતી લાયક વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યાંરે વાવ થરાદ સુઈગામ ભાભર લાખણી સહિત અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ નોંધાયો છે.

સંબંધિત સમાચાર