પાટણ યુસુફખાન હત્યા કેસમાં ઝડપાયેલા આરોપીઓના 5 દિવસના કોર્ટે રિમાન્ડ મંજુર કર્યા

નીલમ સિનેમા પાસે ફાયરિંગ કરનાર મુખ્ય શૂટર સહિતના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા
પાટણ શહેરના નીલમ સિનેમા પાસે ગત 12 માર્ચે યુસુફખાન પઠાણની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી.આ ચકચારી કેસમાં પાટણ પોલીસે મુખ્ય શૂટર સહિત ચાર આરોપીઓને હથિયારો સાથે ઝડપી પાડ્યા છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેની સામે કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.ગત 12 માર્ચના રોજ પાટણ શહેરમાં જાહેર માર્ગ પર સ્વિફ્ટ કારમાં સવાર યુસુફખાન પઠાણ પર અંધાધૂંધ ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા.
આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસ મુખ્ય આરોપીઓ સુધી પહોંચવામાં સફળ રહી હતી.પોલીસે આ કેસમાં ઝહીર ઉર્ફે ખોખરો અબ્બાસખાન બેલીમ, સાહિદ સાજીદ શેખ, ઇમરાનખાન મહમદખાન બલોચ અને એજાજ ઉર્ફે વેતીયો રસુલભાઈ સિપાઈની ધરપકડ કરી છે. તેમની પાસેથી ગુનામાં વપરાયેલ મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા ચારેય આરોપીઓને પાટણની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે ગુનાના મૂળ સુધી પહોંચવા, હથિયારો અને અન્ય કાવતરાખોરો અંગેની વિગતો મેળવવા માટે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.જોકે, બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
Google પર રખેવાળને પસંદ કરોસંબંધિત સમાચાર
પાટણરાધનપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી ફોર્ચ્યુનર ઝડપી
7 કલાક પહેલા
પાટણરાધનપુરના મઘાપુરા ગામે તળાવમાં ડૂબી જતાં સગા ભાઈ-બહેનનાં મોત નિપજતા માતમ છવાયો
8 કલાક પહેલા
પાટણસિદ્ધપુર પ્રોહિબિશન કેસનો 3 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
8 કલાક પહેલા
પાટણપાટણમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ મહિલા મોરચા પર શાહી ફેંકાઈ
8 કલાક પહેલા
