પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પાટણ; પાલિકા સંચાલિત કોમ્પલેક્ષની ગેલેરીનો ભાગ ધરાશાયી બનતા વેપારીઓમાં ફફડાટ

પાલિકા સંચાલિત જજૅરિત બનેલ કોમ્પલેક્ષ મામલે અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય
કોમ્પલેક્ષ ના વેપારીઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવાની સાથે ભૂખ હડતાળની ચિમકી; પાટણ નગરપાલિકાનો છેલ્લા કેટલા સમયથી વહીવટ ખાડે ગયા નું આમ જનતા અનુભવી રહી છે પાટણ શહેરના કોઈ રસ્તા સારા નથી ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળી રહ્યું છે અને વારંવાર પ્રજાજનોની રજૂઆતને પણ પાલિકા તંત્ર દ્વારા ધ્યાન ઉપર લેવામાં આવતી નથી.
પાટણ શહેરના બગવાડા દરવાજા નજીક આવેલી વાદી સોસાયટી પાસે નગરપાલિકાની દુકાનો આવેલી છે જે જર્જરિત બિલ્ડીંગ છે તેની ગેલેરીના ભાગ જજૅરિત બની ધીમે ધીમે તૂટી રહ્યા છે તો સ્લેબો પણ અવાર નવાર ઘરાશાય થઇ રહ્યા છે જેના કારણે સ્થાનિક લોકોના જીવનમાં ભય ફેલાયો છે. ગુરુવારે વહેલી સવારે દુકાન નંબર 19 હીરો હોન્ડા બાઈક નામની દુકાનના માલિક ભરતભાઈ અને રાજુભાઈ પ્રજાપતિ એ દુકાન ખોલી ત્યારે ઉપરની ગેલેરી નો ભાગ અચાનક ધરાશાયી બનતા વેપારીઓએ સૂચકતા વાપરી દૂર ખસી જાનહાની ટળી હતી.
આ અંગે આ મ્યુનિસિપલ દુકાનદારોના એસોસિએશન પ્રમુખ નીતિન પટેલે જણાવ્યું હતું કે વારંવાર પાટણ નગરપાલિકામાં લેખિત જાણ અને રજૂઆતો કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા કાયૅવાહી કરવામાં આવતી નથી આ અગાઉ પણ આ કોમ્પલેક્ષ ની સીડી નો ભાગ પણ તૂટી ગયેલો પરંતુ પાટણ નગરપાલિકાને ભાડાની રકમ વસૂલ કરવામાં રસ છે દુકાનદારો ભાડું ચૂકવતા હોય ત્યારે તે જગ્યા ની રીપેરીંગ ની જવાબદારી પાટણ નગરપાલિકાની હોવા છતાં કોઈપણ પગલાં ભરવામાં ના આવતા મોટી જાનહાની થાય તો સરકારી તિજોરી ને મોટો અને ખોટો બોજો પડે તેમ છે.
જો આ બાબતે પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય કરવામાં નહીં આવે તો આ કોમ્પલેક્ષ ના તમામ દુકાનદાર ના બનેલા એસોસિએશન દ્વારા પાટણ જિલ્લા કલેકટરને સામૂહિક રીતે આવેદનપત્ર આપવાની ફરજ પડશે તેવી ચિમકી એસોસિયેશન ના પ્રમુખે ઉચ્ચારી છે.અને જરૂર પડે તો ભૂખ હડતાલ ઉપર ઉતારવાની પણ તમામ દુકાનદારોએ તૈયારી બતાવી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#Local Governance#Patan Municipality#Community Concerns#Public Infrastructure#Public Representation#Administrative Accountability#Hunger Strike Threat#building safety#Dilapidated Structures#Municipal Complex#Trader Protests#Municipal Shopkeepers' Association#Wadi Society#Collector Application
સંબંધિત સમાચાર
પાટણજંગરાલ GEB કચેરી ખાતે પૂર્વ ધારાસભ્યના નેતૃત્વમાં આવેદનપત્ર પાઠવાયું
1 દિવસ પહેલા
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
2 દિવસ પહેલા
પાટણપાટણમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી
2 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
4 દિવસ પહેલા
