રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સરસ્વતી નદીમાં નવા નીરથી પાટણવાસીઓ ખુશખુશાલ

સરસ્વતી નદીમાં નવા નીરથી પાટણવાસીઓ ખુશખુશાલ
સરસ્વતી નદીમાં આવેલ નીરના ભાજપ દ્વારા વધામણા કરાયા; સિદ્ધપુર સહિત ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાટણની સરસ્વતી નદીમાં નવા નીર આવતાં  પાટણવાસીઓમાં આનંદ છવાયો છે. સિદ્ધપુરના કાલેડા ગામમાંથી પસાર થતી ખારો વહો નદીમાં પણ નવા નીર આવ્યા છે. ખડિયાસણ ગામની જાહેર જનતાને નદી તરફ ન જવા સૂચના આપવામાં આવી છે. ઉપરવાસમાં વરસાદ વધારે હોવાને કારણે પાણીનો પ્રવાહ વધી શકે છે.ખડિયાસણ ગામ પંચાયત દ્વારા લોકોને નદી જોવા કે અવર-જવર ન કરવા અને સાધન પણ લઈને ન જવા જણાવવામાં આવ્યું છે. સિદ્ધપુર મામલતદારે સિધ્ધપુર તાલુકામાં થયેલ ભારે વરસાદના કારણે કેટલાક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હોવાનું જણાવ્યું હતું. તાવડીયા-વાઘણા રોડ પર નવીન બનાવેલ સ્લેબ ડ્રેઈન પાસે અને મેત્રાણા કાકોશી-મેથાણ-મુડવાડા-ધુમ્મડ રોડ પર મુડવાડા ગામ પાસે આવેલ ડીપમાં અંદાજે 1.50 ફુટ જેટલું પાણી રોડ ઉપરથી પસાર થઈ રહ્યું છે.ટ્રાફિકની અવર-જવર શક્ય ન હોવાથી અને દુર્ઘટના ટાળવા માટે આ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. સિધ્ધપુર તાલુકામાં નદી, નાળા, તળાવો અને ડીપ વિસ્તારોમાં પાણીનો પ્રવાહ વધારે વેગથી વહી રહ્યો છે. પાટણ સરસ્વતી નદીમાં નવા નીર આવતાં ભાજપ આગેવાનો અને કાર્યકરોએ સરસ્વતી ડેમ ખાતે નીરના વધામણા કયૉ હતાં.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર