પાટણ શહેરમાં છેલ્લા એક વર્ષથી મારામારીના ગુનાઓમાં વોન્ટેડ આરોપી ઝહીરખાન બેલીમ ઉર્ફે ખોખરને પાટણ પેરોલ ફરલોંની ટીમે રાત્રિ દરમિયાન ઝડપી પાડ્યો છે. આરોપી સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિવિધ ગુનાઓમાં વોન્ટેડ હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આરોપીને પાટણ શહેર એ ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. ત્યારબાદ બુકડી વિસ્તારમાં થોડા સમય અગાઉ થયેલી મારામારીના ગુના સંદર્ભે પોલીસે ગુનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન આરોપીને જાહેરમાં સરઘસ સ્વરૂપે બુકડી વિસ્તારમાં ફેરવવામાં આવ્યો હતો. પોલીસે આ કાર્યવાહી દ્વારા કાયદાનું પાલન ન કરનારાઓ માટે દાખલો બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. આ રીતે ગુનેગારોને કાયદાનો પાઠ ભણાવવાનો હેતુ હતો.
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પાટણ; અનેક ગુનાઓમાં વોન્ટેડ આરોપીનું રિકન્સ્ટ્રક્શન

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Patan city#Law Enforcement Action#Public Procession#A Division Police Station#Crime Reconstruction#Repeat Offender#Parole Furlough Team#Bukdi Area Incident#Crime Awareness Initiative
સંબંધિત સમાચાર
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
11 કલાક પહેલા
પાટણપાટણમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી
11 કલાક પહેલા
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
2 દિવસ પહેલા
પાટણપાટણમાં યુવાનો માટે રોજગારલક્ષી પહેલ: રાહતદરે સ્ટેનોગ્રાફીનો કોર્સ શરૂ થયો
2 દિવસ પહેલા
