પાટણ શહેર સહિતના વિસ્તારોમાં રવિવારે વહેલી સવારથી મેધરાજાની મહેર શરૂ થતાં છેલ્લા કેટલાક દિવસોના વરસાદી વિરામને કારણે પ્રવર્તી રહેલી ઉકળાટભરી ગરમીમાંથી લોકોને રાહત અનુભવી ઠંડક નો અહેસાસ કર્યો હતો. રવિવારે વહેલી સવારે વરસાદના આગમનથી શહેરીજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી.તો ખેડૂત આલમમાં પણ ખુશીનું મોજું ફરી વળ્યું છે. લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતો માટે આ વરસાદ આશાનું કિરણ બન્યો છે. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ખેતીની કામગીરી શરૂ કરશે. તો વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો સહિત રેલવે ના પ્રથમ ગરનાળામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. કેટલીક સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ત્યારે આ વરસાદી પાણી ભરાવવાની સમસ્યા માથી શહેરીજનોને છુટકારો મળે તે દિશામાં સ્થાનિક તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે.
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પાટણ; રેલવે ગરનાળા સહિત નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Patan city#rainfall#Local Administration#Community Response#Weather Conditions#Agricultural Impact#Urban Flooding#Low-Lying Areas#Railway Drains#Farmer Relief
સંબંધિત સમાચાર
પાટણજંગરાલ GEB કચેરી ખાતે પૂર્વ ધારાસભ્યના નેતૃત્વમાં આવેદનપત્ર પાઠવાયું
23 કલાક પહેલા
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
1 દિવસ પહેલા
પાટણપાટણમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
3 દિવસ પહેલા
