રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ30 ઑગસ્ટ, 2025| Super Admin

પાટણના આનંદેશ્વર મહાદેવ મંદિરની ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલતી પાટણ પોલીસ

પાટણના આનંદેશ્વર મહાદેવ મંદિરની ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલતી પાટણ પોલીસ
બનાસકાંઠા જિલ્લાના ત્રણ શખ્સોને ચોરીના મુદામાલ સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા પાટણ એલસીબી પોલીસે ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ બનાસકાંઠા જિલ્લાના ત્રણ ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦ ના મુદ્દામાલ સાથે પકડી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે મળતી માહિતી મુજબ થોડા દિવસો પહેલા પાટણ શહેર બી ડિવિ. પો.સ્ટે.મા  આનંદેશ્વર મહાદેવ મંદિર ની કોઈ ચોર ઈસમો દાનપેટી ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે ગુનાનો ભેદ ઉકેલવા પાટણ જિલ્લા ના I/C પોલીસ વડા ડી.ડી.ચૌધરી દ્રારા પાટણ એલ.સી.બી.ને સુચના કરતાં પીઆઈ આર.જી.ઉનાગર ના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસોએ અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ તથા નેત્રમ પ્રોજેકટ હેઠળના સી.સી.ટી.વી કેમેરા તથા હ્યુમન સોર્સ દ્રારા તપાસ કરતાં સીસીટીવીમા એક સફેદ કલરની વર્ના ગાડીની સંકાસ્પદ હીલચાલ જણાઇ આવેલ જેની તપાસ કરતા ઉપરોક્ત વર્ના ગાડી લઈ ચોરી ના બનાવને અંજામ આપવા માટે બનાસકાંઠા જીલ્લાના લાખણી તાલુકાના આજુબાજુના ગામના ઇસમો હોવાની હકીકત મળતા જે આધારે ટીમે મંદિર ચોરીમા સંડોવાયેલ ચાર ઇસમો પૈકી ત્રણ ઇસમોને પકડી પાડી પુછપરછ કરતા ત્રણેય ઇસમોએ ગુનાની કબુલાત કરતા જણાવેલ પોતે આજથી આશરે દસેક દિવસ અગાઉ સહ આરોપીઓ સાથે મળી પાટણ શહેરના સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીરમાંથી દાન પેટી તોડી રોકડ રકમની ચોરી કરેલ હોવાની કબુલાત કરતા  ઇસમો પાસે થી રોકડ રકમ રૂ.૫૧,૯૬૦ તથા મોબાઇલ નંગ ૦૩ કિ.રૂ.૧૫૦૦૦ તથા વર્ના ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦ તથા ચોરી કરવા માટે ઉપયોગ કરેલ એક લોખંડ ની કોંસ  મળી કુલ રૂ.૫,૬૬,૯૨૦નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ આરોપીઓની અટક કરી આરોપી સહિત કબ્જે કરેલ મુદામાલ પાટણ સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે સોપવામા આવેલ હોવાનું જાણવા મળ્યું છે. ઝડપાયેલા આરોપીઓએ એક માસ અગાઉ બનાસકાંઠા જીલ્લાના મુડેઠા ગામે પણ જોગણી માતાજી મંદીરની દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે. પકડાયેલ આરોપીઓ (૧) પટેલ ભાવાભાઈ અબાજી વરધાજી રહે લાખણી જી.બનાસકાઠા (૨) ઉત્તમ આભાજી ખોલવાડીયા (ઠાકોર) રહે-લાખણી, છગનજી ગોળીયા ખોલવાડીયાપરૂ તા.લાખણી જી.બ.કાંઠા અને (3) ઠાકોર ચેતનભાઇ લીલાજી રહે-ધ્રોબા તા.લાખણી જી.બ.કાંઠા હાલ રહે-ચાગોદર રોયલ ક્રાઉન સનમાઇકા ફેક્ટરી અમદાવાદ હોવાનું જાણવા મળ્યું છે તો આ ગુનામાં સંડોવાયેલા અને પકડવાના બાકી આરોપી (૧) અંકીત ભેરાજી ઠાકોર રહે.ધ્રોબાગામતા.લાખણી જી.બનાસકાંઠાને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ કબજે કરેલ મુદામાલ. (૧) રોકડ રકમ રૂ.૫૧,૯૬૦ (૨) મોબાઇલ નંગ ૦૩ કિ.રૂ.૧૫૦૦૦ (૩) હુન્ડાઈ વર્ના ગાડી કિ.રૂ.૫ લાખ (૪) ચોરી કરવા માટે ઉપયોગ કરેલ એક લોખંડની કોંસ મળી કુ.રૂ.૫,૬૬,૯૨૦ નો મુદામાલ કબજે કર્યો છે.    

સંબંધિત સમાચાર