રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ પોલીસે અસામાજિક પ્રવૃત્તિ કરનારા તત્વના નિવાસ્થાને ઓચિંતી તપાસ હાથ ધરતા મારક હથિયારો મળી

પાટણ પોલીસે અસામાજિક પ્રવૃત્તિ કરનારા તત્વના નિવાસ્થાને ઓચિંતી તપાસ હાથ ધરતા મારક હથિયારો મળી
બુટલેગરો,પાસા-તડીપાર થયેલા અને વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા લોકોના ઘરે પોલીસ તપાસને પગલે ફફડાટ; પાટણ જિલ્લા પોલીસ તંત્રે ગૃહ વિભાગની સૂચના અનુસાર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરનારા શખ્સોની યાદી બનાવી છે. આ અંતર્ગત ત્રણ દિવસની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતગૅત ડીવાયએસપી કે.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ પાટણ એ ડિવિઝનના પીઆઈ કે.જે. ભોયના નેતૃત્વમાં ચાર ટીમો બનાવવામાં આવી છે. આ ટીમોમાં એ ડિવિઝન પોલીસ સ્ટાફ ઉપરાંત એલસીબી, એસઓજી અને સાઈબર ક્રાઈમના કર્મચારીઓ પણ જોડાયા છે.પોલીસે શહેરમાં બુટલેગરો, પાસા-તડીપાર થયેલા અને વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા લોકોના ઘરે રેડ કરી હતી અને પોલીસ તપાસ દરમિયાન નંબર પ્લેટ વગરનું બાઈક, તલવાર-ધારિયા, શંકાસ્પદ ગેરકાયદેસર બાંધકામ અને વીજ કનેક્શન મળી આવ્યા હતા. પોલીસ કર્મચારીઓને કાયદો અને વ્યવસ્થા જાળવીને કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે. ગેરકાયદેસર વસ્તુઓ મળી આવે તો સ્થળ પર જ કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે. આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જપ્ત કરાયેલી વસ્તુઓ અને ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર