પાટણ; શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી મળતા લોકો મુશ્કેલીમાં મુકાયા

પાટણ શહેર સહીત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સમી સાંજે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં અસહ્ય ગરમી અને ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે સમી સાંજે મેઘરાજાએ પવનના સુસ્વાટા વચ્ચે પધરામણી કરતા વાતાવરણમાં ઠંડક પસરી જવા પામી હતી. પાટણ શહેર સહિત જિલ્લાના કેટલાક તાલુકામાં પણ મેઘરાજા વરસ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. તો હારીજમાં પણ વીજળીના કડાકા વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા લોકો મુશકેલી મા મુકાયાં હતાં. તો રેલવે ના પ્રથમ ગરનાળાની હાલત પણ દર વખતની જેમ વરસાદ ના પાણી ભરાતા જોવા મળી હતી. પાટણ શહેરમાં સાંજે શરૂ થયેલ વરસાદ સતત રીમઝીમ રીમઝીમ ચાલુ રહ્યો હોય વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
ટેગ્સ:#Patan city#Weather Patterns#Climate Effects#Harij Taluka#Local Impact#Heat Relief#Lightning Strikes#Cool Weather#Rainwater Accumulation#Low-Lying Areas#Rainfall Update#Meghraja Rain#District Weather Conditions#Evening Rain#Heavy Rain Reports#Railway Garnala Condition#Seasonal Rain
સંબંધિત સમાચાર
પાટણસિધ્ધપુર-મહેસાણા હાઈવે પરથી કારના ૫ ગુપ્તખાનામાંથી ઝડપાયો વિદેશી દારૂ; ખોટી નંબર પ્લેટનો પર્દાફાશ
1 દિવસ પહેલા
પાટણસરસ્વતીના ખોડાણા ગામની દીકરીએ CRPF ટ્રેનિંગ કરી પૂર્ણ, વતન આગમન પર ગ્રામજનો દ્વારા ભવ્ય સામૈયું
1 દિવસ પહેલા
પાટણપાટણમાં શ્રાવણના અંતિમ સોમવારે કાવડયાત્રા નીકળી
1 દિવસ પહેલા
પાટણપાટણના સાંઈબાબા નગર સોસાયટીમાં ગટરના પ્રશ્ને ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલનું કડક અલ્ટીમેટમ
1 દિવસ પહેલા
