રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ25 ડિસેમ્બર, 2025| Super Admin

પાટણ પાલિકા દ્વારા રૂ.176 કરોડના વિકાસ કામોની સરકાર સમક્ષ દરખાસ્ત કરાઈ

પાટણ પાલિકા દ્વારા રૂ.176 કરોડના વિકાસ કામોની સરકાર સમક્ષ દરખાસ્ત કરાઈ
પાલિકા પ્રમુખ અને સભ્યો ગાંધીનગર ખાતે મંત્રી દર્શનાબેન અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈને રૂબરૂ મળ્યા પાટણ નગરપાલિકાના પ્રમુખ અને સભ્યોએ ગાંધીનગર ખાતે મંત્રી દર્શનાબેન અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈને રૂબરૂ મળીને પાટણ પાલિકા ના રૂ.176 કરોડના અંદાજિત 145 થી વધુ વિકાસ કામોને તાત્કાલિક મંજૂરી આપવા માટે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પાલિકાના વિકાસ કામોમાં રોડ-રસ્તા, સોલાર સિસ્ટમ, જનભાગીદારીના કામો,પાઇપલાઇન અને ઓજી વિસ્તારના કામો સહિત 10 જેટલા હેડ હેઠળની ગ્રાન્ટો માંથી મંજૂર થયેલા છે જે દરખાસ્તો ગાંધીનગરની પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનરની કચેરીના ગુજરાત શહેરી વિકાસ મિશન વિભાગમાં પેન્ડિંગ છે. પ્રમુખ અને સભ્યો દ્વારા મંત્રીઓ સમક્ષ પાટણના વિકાસ કામોની પેન્ડિંગ દરખાસ્તો અંગેની વિગતો પણ રજૂ કરાઈ હતી. તેમાં પાટણના ઓજી વિસ્તારના 8 કરોડના 116 કામોની સૈદ્ધાંતિક મંજૂરી માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.આ ઉપરાંત, 9 કરોડના ખર્ચે પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતી ખોરસમ સરસ્વતી પાઇપલાઇનમાંથી સીધે સીધું સિદ્ધિ સરોવરમાં પાઇપલાઇન નાખવા માટે ગ્રાન્ટ ફાળવવાની રજૂઆત પણ કરાઈ હતી.અન્ય મુખ્ય દરખાસ્તોમાં રૂ. 116.58 કરોડના ખર્ચે નવી ભૂગર્ભ ગટર યોજના મંજૂર કરવા અને ગ્રાન્ટ છૂટી કરવા, તેમજ રૂ. 12 કરોડના ખર્ચે શહેરના વિવિધ 17 વિસ્તારોમાં ડામર રોડ બનાવવાના કામોનો સમાવેશ થાય છે.વધુમાં, 45 લાખના ખર્ચે શહેરની 7 જુદી જુદી સોસાયટીઓમાં જનભાગીદારીના કામોની સૈદ્ધાંતિક મંજૂરી અને ગ્રાન્ટ અદા કરવા,રૂ.3 કરોડના ખર્ચે આનંદ સરોવરના રિનોવેશન માટે, અને રૂ. 90 લાખના ખર્ચે શહેરના ગોલ્ડન ચોકડીથી રેલવેના બીજા નાળાસુધી ડામર રોડ બનાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. છેલ્લે, રૂ. 13.33 કરોડના ખર્ચે 33 સોસાયટીમાં 70% પ્રમાણે ફાળાની આખરી હપ્તાની ગ્રાન્ટ મેળવવા, નગરપાલિકાની અલગ અલગ મિલકતો પર સોલાર સિસ્ટમની અમલવારી કરવા માટેની દરખાસ્ત, અને રૂ. 4.75 કરોડના ખર્ચે નગરપાલિકા વિસ્તારમાં આવેલા બાગ બગીચામા સોલાર અમલવારી કરવાની દરખાસ્ત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.    

સંબંધિત સમાચાર