રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ પાલિકાના ચીફ ઓફિસર હાજર ન રહેતા કારોબારી બેઠક મુલતવી રાખવાની ફરજ પડી

પાટણ પાલિકાના ચીફ ઓફિસર હાજર ન રહેતા કારોબારી બેઠક મુલતવી રાખવાની ફરજ પડી
કારોબારી ચેરમેન ચીફ ઓફિસરની કાર્ય પધ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરી પાલિકાની જગ્યાઓની હરાજી બીજી વખત મુલત્વી રહેતા વેપારીઓ રોષે ભરાયા પાટણ નગરપાલિકા છેલ્લા કેટલાક સમયથી સત્તાધીશો અને અધિકારીઓના અંદરો અંદરના વિવાદોને લઈને ચચૉમા રહેવા પામી છે. ત્યારે શનિવારે ચીફ ઓફીસરની બપોર પછીની ગેરહાજરીના કારણે મુલતવી રખાયેલ કારોબારીની બેઠકને કારણે નવો વિવાદ છંછેડાયો હોવાનું જાણવા મળ્યું છે. પાટણ નગરપાલિકાના કારોબારી મુકેશભાઈ પટેલ દ્વારા અગાઉ શનિવારે કારોબારી બેઠકનું આયોજન કર્યું હોવાની જાણ કારોબારી સભ્ય સહિત નગરપાલિકાના ચીફ ઓફિસર અને જવાબદાર અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ત્યારે આજે શનિવારે બપોર પછી નગરપાલિકાની કારોબારી બેઠક મળે તે પહેલા ચીફ ઓફિસર બપોર પછી પાલિકામાં હાજર ન રહેતા આ કારોબારી બેઠક મુલતવી રાખવાની ફરજ પડી હતી. તો ચીફ ઓફિસર ના કારણે આ મુલતવી રહેલી કારોબારી બેઠકને લઈને કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આજની કારોબારી બેઠકમાં બજેટ અંગેની ચર્ચા તેમજ નગરપાલિકાની જગ્યાઓની જાહેર હરાજી માટેની ચર્ચા માટે બેઠક બોલાવવામાં આવી હતી. પરંતુ બપોર સુધી હાજર રહેલા ચીફ ઓફિસર બપોર બાદ નગરપાલિકામાં હાજર ન રહેતા કારોબારીની બેઠક મુલતવી રાખવાની ફરજ પડી છે. જેના કારણે નગરપાલિકાના મહત્વના બજેટલક્ષી ચર્ચાઓ સાથે જગ્યા માટે પાલિકા ખાતે આવેલા 40 થી વધુ લોકોને ધરમ ધકકો ખાવાનો વારો આવ્યો છે. જેના કારણે પાલિકાને પણ આર્થિક નુકશાન થશે તેમ જણાવી કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલે ચીફ ઓફિસર ના આવા વલણને લઇ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જયારે પાટણ નગરપાલિકામાં સિઝનેબલ ધંધાની હરાજી બે વાર મોકૂફ રહેતા નગર પાલિકા ખાતે આવેલ વ્યાપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. અને વેપારીઓએ વહેલી તકે જાહેર હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરવા પાલિકા પ્રમુખને રજુઆત કરી હતી.    
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર