પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પાટણ સાંસદ અને વાવ ના એમએલએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ની શુભેચ્છા મુલાકાત લીધી

પાટણ સાંસદ દ્વારા પોતાના લોકસભા મત વિસ્તારના પરિવહનના વિવિધ પ્રોજેક્ટો અંગે વિસ્તૃત ચર્ચા કરી
પાટણ સાંસદ ભરતસિંહ ડાભી અને વાવ ના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે ગતરોજ નવી દિલ્હી ખાતેના સંસદ ભવનમાં કેન્દ્ર સરકારના માર્ગ,પરિવહન અને ધોરીમાર્ગ વિભાગના મંત્રી નીતિન ગડકરી ની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સાંસદ ભરતસિંહ ડાભીએ પાટણ લોકસભા ક્ષેત્રમાં ચાલી રહેલ પ્રસ્તાવિત માર્ગ પરિવહનના વિવિધ પ્રોજેક્ટો અંગે વિસ્તૃત ચર્ચા કરીને ભારત માલા પ્રોજેક્ટ,નેશનલ હાઇવે -68 (પાટણ- રાધનપુર) પ્રોજેક્ટ અને અન્ય નવ નિર્માણ પુલ અને હાઇવે સહિત અકસ્માત ગ્રસ્તમાગૅ વિસ્તારોની સુરક્ષા માટેના પગલાંઓ અંગે અવગત કરતાં મંત્રી નીતિન ગડકરીએ તમામ મુદ્દાઓની નોંધ લઈ જરૂરી પગલાંની ખાતરી આપતા પાટણ સાંસદે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી નો આભાર વ્યક્ત કર્યો હતો.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#infrastructure development#Community Support#Government Collaboration#Road Safety Initiatives#Bharat Mala Project#Patan MP Bharatsinh Dabhi#Vav MLA Swarupji Thakor#Union Minister Nitin Gadkari#Courtesy Call#Parliament House#Transport Projects#Patan Lok Sabha Constituency#National Highway-68
સંબંધિત સમાચાર
પાટણજંગરાલ GEB કચેરી ખાતે પૂર્વ ધારાસભ્યના નેતૃત્વમાં આવેદનપત્ર પાઠવાયું
23 કલાક પહેલા
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
1 દિવસ પહેલા
પાટણપાટણમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
3 દિવસ પહેલા
