પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીની સૂચના મુજબ મિલકત સંબંધિત ગુનાઓની તપાસ દરમિયાન એક મોટું ડબ્બા ટ્રેડિંગ કૌભાંડ પકડાયું છે. એલસીબી પાટણે સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 7 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે. એલસીબી સ્ટાફને મોપ્રા ગામના મહાદેવપુરા વિસ્તારમાં ડબ્બા ટ્રેડિંગની પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતી મળી હતી. બાતમીના આધારે પોલીસે અભેસંગ હાલાજી ઠાકોરના ખેતરમાં બનાવેલા મકાન પર દરોડો પાડ્યો હતો. આરોપીઓ માર્કેટ પલ્સ નામની એપ્લિકેશનનો ઉપયોગ કરી શેરબજારના ભાવની માહિતી મેળવતા હતા. તેઓ સાદા કીપેડવાળા મોબાઇલથી ગ્રાહકોને ફોન કરતા. ખોટા નામ ધારણ કરી સેબીના લાઇસન્સ વગર લોકોને શેરબજારમાં વધુ કમાણીની લાલચ આપતા હતા.પોલીસે સ્થળ પરથી 16 મોબાઇલ ફોન સહિત કુલ 84,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ સામે સરસ્વતી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 319(2), 318(4), 54, 61(2) અને આઇટી એક્ટ 66-ડી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓમાં અભેસંગ હાલાજી ઠાકોર, રણજીતજી ભરતજી ઠાકોર, પિંટુજી કનુજી ઠાકોર, જીતુજી ભુપતજી ઠાકોર, કરણસિંહ ધુડાજી ઠાકોર, વિપુલજી ઉર્ફે ગમન રાજુજી ઠાકોર અને એક સગીરનો સમાવેશ થાય છે. જ્યારે કિરીટજી ઝેણાજી ઠાકોર, શૈલેષજી અને સચિન નામના ત્રણ આરોપીઓની ધરપકડ બાકી છે. એલસીબી પાટણ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પાટણના સાપ્રા ગામની સીમમાં આવેલ ખેતરમાં ચલાતા ડબ્બા ટ્રેડીંગ ગેંગનો પદૉફાશ કરતી પાટણ એલસીબી ટીમ

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#arrests#Criminal Investigation#SEBI regulations#Patan LCB Police#Saraswati Police Station#IT Act Violations#Dabba Trading#Stock Market Scam#Illegal Trading Activities#Market Pulse Application
સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
પાટણપાટણમાં યુવાનો માટે રોજગારલક્ષી પહેલ: રાહતદરે સ્ટેનોગ્રાફીનો કોર્સ શરૂ થયો
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ભાજપ મહિલા કાર્યકરો પર શાહી ફેંકવા મુદ્દે ધારાસભ્યના રાજીનામાની માંગ કરી
2 દિવસ પહેલા
પાટણપાટણ યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ અને કૉપી કેસ અટકાવવા 15 નિયમો જાહેર કરાયા
2 દિવસ પહેલા
