રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ; રસોઈ બનાવતી વખતે ગેસના બાટલામાં આગ લાગતાં અફડા તફડી મચી

પાટણ; રસોઈ બનાવતી વખતે ગેસના બાટલામાં આગ લાગતાં અફડા તફડી મચી
મહોલ્લાના સાંકડા રસ્તાઓમાં ફાયર ફાઈટર આવી ન શકતા રહીશોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી આગની ઘટનામાં મકાન નો સરસામાન સહિત ફ્રીજ,ટીવી ને પણ નુકસાન થયું…! પાટણના ફોફળીયા વાડો, વખતજીની શેરીમાં રહેતા પ્રજાપતિ રમીલાબેન રમેશભાઈ પોતાના ઘરમાં રસોઈ બનાવતા હતા તે વખતે અચાનક ગેસના બાટલામાં આગ લાગતા અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અફરા-તફરી મચી જવા પામી હતી…! આ આગની ઘટનામાં રસોડાનો સંપૂર્ણ સામાન નષ્ટ થયો હતો તો ફ્રિજ અને ટીવી સહિત લાકડાનું  ફર્નિચર પણ બળીને ખાખ થઈ ગયું હતું. જોકે સમય સૂચકતા થી રસોઈ બનાવતા રમીલાબેન ઘરની બહાર દોડી ગયા હતા અને બહાર આવી બુમાબુમ કરતાં આડોસ-પાડોસના રહીશોએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગને મહામુસીબતે કાબૂમાં લેતા સૌએ રાહત અનુભવી હતી. પ્રાથમિક તપાસમાં આ આગમાં લગભગ ઘર માલિક ને અંદાજીત રૂ.70 થી 80 હજારનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આ આગની ઘટનાની જાણ વિસ્તારના કોર્પોરેટર ભરત ભાટિયા ને થતાં તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પાલિકા ની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. જોકે શેરી - મહોલ્લાના સાંકડા રસ્તા હોવાથી ફાયર ફાયટર ઘટના સ્થળ સુધી પહોંચી શક્યું ન હતું પરંતુ સ્થાનિક લોકોની સૂઝ બૂઝ અને ત્વરિત કાર્યવાહીથી આગ પર કાબૂ મેળવતા મોટી દુર્ઘટના ટળી હતી.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર