રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ15 જૂન, 2025| Super Admin

પાટણમાં શનિવારે રાત્રે સુસવાટા બંધ પવન અને વીજળીના ચમકારા વચ્ચે મેધરાજા વરસ્યા

પાટણમાં શનિવારે રાત્રે સુસવાટા બંધ પવન અને વીજળીના ચમકારા વચ્ચે મેધરાજા વરસ્યા
નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા તો રેલવે નું પ્રથમ ગરનાળુ પાણીમાં ગરક થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયાં બાળકોએ વરસાદમાં ભીજાઇ ગરમીથી રાહત અનુભવી આનંદ માણ્યો; પાટણ શહેરમાં શનિવારે સવારથીજ ભારે ઉકળાટ અને બફારાભર્યું વાતાવરણ રહ્યું હતું. આકાશમાં વાદળછાયું વાતાવરણ હોવા છતાં પવનના અભાવે લોકોએ સખત ગરમીનો સામનો કરવો પડ્યો હતો. શનિવારે રાત્રે ૧૦-૩૦ કલાકની આસપાસ વાતાવરણ પલટો આવતા સુસવાટા બંધ પવન ફુકાવાનો શરૂ થયા બાદ મેઘરાજાએ વિજળી ના કડાકા ભડાકા સાથે મૂશળધાર પધરામણી કરતાં ધડીક વારમાં શહેરના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદને કારણે શહેરના માગૅ પર પાણી ફરી વળવાની સાથે સાથે રેલવેનું પ્રથમ નાળુ પાણીમાં ગરક બન્યુ હતું જેના કારણે વાહનચાલકો મુશકેલી મા મુકાયાં હતાં. શહેરના ટેલિફોન એક્સચેન્જ માગૅ, ગાયત્રી મંદિર રોડ, ચિત્રકૂટ સોસાયટી જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.અસહ્ય ગરમી અને બફારા વચ્ચે રાત્રે ધોધમાર વરસેલા વરસાદ મા બાળકોએ વરસાદમાં ભીજાઇ ને આનંદ માણ્યો હતો.

સંબંધિત સમાચાર