રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સમીમાં આવેલી SBI શાખા અન્યત્ર ખસેડવાના નિર્ણય સામે ગ્રામજનોનો વિરોધ

સમીમાં આવેલી SBI શાખા અન્યત્ર ખસેડવાના નિર્ણય સામે ગ્રામજનોનો વિરોધ

15 હજાર ખાતેદારોની મુશ્કેલી અને અકસ્માતના જોખમનો મુદ્દો ઉઠાવ્યો

શાખા ગામમાં જ રાખવા ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરાયો

પાટણ જિલ્લાના સમીમાં આવેલી SBI શાખાને ગુજરવાડા ચોકડી તરફ ખસેડવાના નિર્ણય સામે ગ્રામજનોએ વિરોધ કર્યો છે. શાખા સમીમાં જ રાખવાની માંગ સાથે ગ્રામજનો દ્રારા બેંક મેનેજરને આવેદનપત્ર અપાયું હતું. તેમાં સ્થળાંતરનો નિર્ણય રદ કરવાની માંગ કરાઈ છે.

સમી તાલુકા પંચાયતના સભ્ય અને વિરોધ પક્ષના નેતા સહિત ગ્રામજનોએ આપેલ આવેદનપત્રમાં જણાવ્યું કે સમી અને આસપાસના વિસ્તારના ખેડૂતો, વેપારીઓ, વૃદ્ધો, મહિલાઓ, પેન્શનરો અને અન્ય ખાતેદારો માટે સ્થાનિક શાખા જરૂરી છે.તેમના કહેવા મુજબ, બેંક ગામની બહાર હાઈવે નજીક ખસેડાય તો નાણાં જમા કરવા-ઉપાડવા, KYC, ચેક, પાસબુક, પેન્શન અને સરકારી સહાય માટે લોકોને વધુ અંતર કાપવું પડશે. વૃદ્ધો, મહિલાઓ અને ખેડૂતોને રિક્ષા ભાડાનો વધારાનો ખર્ચ પણ થશે. હાઈવે નજીક બેંક હોવાથી અકસ્માતનું જોખમ વધવાની ભીતિ પણ તેમણે વ્યક્ત કરી.ગ્રામજનોએ જણાવ્યું કે ગ્રામસભામાં શાખા સમીમાં જ રાખવા સર્વાનુમતે ઠરાવ પસાર કરાયો છે. સમી ગામમાં આશરે 7 થી 8 હજાર સેવિંગ અને કરંટ એકાઉન્ટ, વિદ્યાર્થીઓનાં ખાતાં તથા અંદાજે 150 NRI ખાતાં છે. આવેદનપત્રમાં સમી અને આસપાસના વિસ્તારના અંદાજે 13 થી 15 હજાર ખાતેદારોના હિતનો મુદ્દો ઉઠાવાયો છે.ગ્રામજનોએ માંગ કરી છે કે શાખા સમીમાં જ રાખવામાં આવે, બેંકિંગ સેવાઓમાં અડચણ ન પડે અને કોઈ ખાતું અનાવશ્યક રીતે બ્લોક કે ફ્રીઝ ન થાય જો માંગ નહીં સંતોષાય તો સામૂહિક રીતે ખાતાં બંધ કરવાની કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી અપાઈ છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર