પાટણના બાલીસણામાં રૂ. 37.45 લાખની લોન માંથી રૂ. 34.21 લાખ ઓળવી લઈ 8 મજુરો સામે વિશ્વાસધાત કરનાર બેંક ઓફ બરોડાના બી.સી.એજન્ટ સામે ગુનો નોધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.8 ખેતમજૂરોના નામે કુલ 37.45 લાખ રૂપિયાની લોન કરાવી. મજૂરોને 3.24 લાખ રૂપિયા આપીને બાકીના 34.21 લાખ રૂપિયા ઓળવી લીધા હોવાની ફરિયાદ નોંધાતાં પોલીસે આરોપી વિષ્ણુભાઈ ચતુરભાઈ પટેલ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદી રમેશજી દુદાજી તખાજી ઠાકોર બાલીસણાના ઉગમણા ઠાકોરવાસમાં રહે છે. તેમની ફરિયાદ મુજબ,2025ના ઓગસ્ટમાં વિષ્ણુભાઈએ ભેંસ ખરીદવા માટે લોન અપાવવાની વાત કરી હતી. તેણે 40 હજારની લોન મંજૂર થશે અને ફાઇલ ચાર્જ કાપ્યા પછી 30 હજાર રૂપિયા મળશે તેમ કહ્યું હતું.
આરોપીએ આધાર કાર્ડની નકલ અને ફોર્મ પર સહીઓ લીધી હતી. લોનની પ્રક્રિયા માટે ફરિયાદીની 3 ભેંસોને અલગ-અલગ કપડાં પહેરાવી ફોટા પાડ્યા અને કાગળ પર 8 ભેંસો બતાવી હતી. ફરિયાદીને 30 હજાર રૂપિયા આપ્યા હતા. થોડા સમય પછી બેંકે 3.90 લાખ રૂપિયાની લોન બાકી હોવાની નોટિસ મોકલતાં મામલો સામે આવ્યો હતો.ફરિયાદ મુજબ, અન્ય 7 ખેતમજૂરો સાથે પણ આ જ રીતે છેતરપિંડી થઈ હતી. ભૂપતજી જીવણજી ઠાકોરના નામે 6.50 લાખની લોન માંથી 40 હજાર આપીને 6.10 લાખ રૂપિયા ઓળવ્યા હતા. ગાંડાજી કરશનજી ઠાકોરના નામે 6.76 લાખની લોન માંથી 30 હજાર આપીને 6.46 લાખ રૂપિયા લીધા હતા.
અજયજી મદારજી ઠાકોરના નામે 5.98 લાખનીલોનમાંથી 40 હજાર આપીને 5.58 લાખ રૂપિયા ઓળવ્યા હતા.જગદીશજી ભૂપતજી ઠાકોરના નામે 1.62 લાખની લોનમાંથી 50 હજાર આપીને 1.12 લાખ રૂપિયા લીધા હતા.બીજલજી તરસંગજી ઠાકોરના નામે 6.90 લાખની લોનમાંથી 40 હજાર આપીને 6.50 લાખ રૂપિયા ઓળવ્યા હતા.લાલાજી બાજલજી ઠાકોરના નામે 2.92 લાખની લોનમાંથી 45 હજાર આપીને 2.47 લાખ રૂપિયા લીધા હતા. અલ્કેશજી ચંદુજી ઠાકોરના નામે 2.85 લાખની લોનમાંથી 50 હજાર આપીને 2.35 લાખ રૂપિયા ઓળવ્યા હતા.ફરિયાદ મુજબ, આઠેય મજૂરોના નામે કુલ 37.45 લાખ રૂપિયાની લોન કરાવી, તેમને 3.24 લાખ રૂપિયા આપ્યા હતા. બાકીના 34.21 લાખ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતના આરોપમાં બાલીસણા પોલીસે વિષ્ણુભાઈ ચતુરભાઈ પટેલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.





