રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | રાધનપુર

પાટણ LCBએ રાધનપુરમાંથી ત્રણ ચોરીના મોબાઇલ સાથે આરોપી ઝડપી લીધો

પાટણ LCBએ રાધનપુરમાંથી ત્રણ ચોરીના મોબાઇલ સાથે આરોપી ઝડપી લીધો

પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે રાધનપુરમાંથી 3 ચોરાઉ મોબાઇલ સાથે 1 આરોપીને ઝડપી પાડયો છે.પોલીસે આરોપી પાસેથી અલગ-અલગ કંપનીના કુલ રૂ.70,000ની કિંમતના મોબાઇલ કબજે કર્યા છે.પોલીસ પૂછપરછમાં રાધનપુર, ભાભર અને થરાદમાં થયેલી 3 મોબાઇલ ચોરીની ઘટનાઓનો ભેદ ઉકેલાયો છે.

પાટણ LCBના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ રાધનપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે વાવ તાલુકાના વેજીયાવાસમાં રહેતા કાનજી ઉર્ફે કાના ભાટીને રાધનપુર માંથી પકડી પાડયો હતો અને તેની પાસેથી 3 મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા. પોલીસ પૂછપરછમાં આરોપીએ આશરે 20 દિવસ પહેલાં રાધનપુરના વીર સાવરકર કોમ્પ્લેક્સમાં આવેલી જય અંબે મોબાઇલ દુકાનમાંથી રૂ. 45,000નો ઓપ્પો મોબાઇલ ચોર્યો હોવાનું જણાવ્યું હતું, જે અંગે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.  આ ઉપરાંત તેણે આશરે 18 દિવસ પહેલાં ભાભરના તિરુપતિ માર્કેટમાં આવેલી ઓમ મોબાઇલ દુકાનમાંથી 20,000નો ઓપ્પો મોબાઇલ ચોર્યો હોવાનું પણ કબૂલ્યું હતું, જે અંગે ભાભર પોલીસ સ્ટેશનમાં ઇ-એફઆઇઆર નોંધાઈ છે.

થરાદની દુકાનમાંથી 5,000 નો મોબાઇલ ચોર્યો હતો.આરોપીની વધુ પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેણે આશરે 10 દિવસ પહેલાં થરાદમાં હનુમાન ગોળાઇ પાસે આવેલી ઓનલાઇન મોબાઇલ દુકાનમાંથી રૂ. 5,000 નો વીવો મોબાઇલ ચોર્યો હતો. હાલ પાટણ પોલીસે ત્રણેય ચોરીના ગુના ઉકેલીને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર