રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | રાધનપુર

રાધનપુર હાઇવે પર પોલીસ પ્લેટ વાળી કારના ચાલકે નશાની હાલતમાં બાઇક ચાલકને ઉછાળીયો

રાધનપુર હાઇવે પર પોલીસ પ્લેટ વાળી કારના ચાલકે નશાની હાલતમાં બાઇક ચાલકને ઉછાળીયો
સોશિયલ મીડિયામાં આ અકસ્માત્મક લાઇવ વિડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી નશાની હાલતમાં મળી આવેલ કારચાલક રિટાયર્ડ પોલીસનો પુત્ર હોવાનું જાણવા મળ્યું; પાટણ ના રાધનપુર હાઇવે પર શનિવારે દારૂના નશામાં ચૂર પોલીસ પ્લેટ મુકેલ ગાડીના ચાલકે માગૅ પરથી પસાર થતા બાઈક સવારને હડફેટે લેતો એક્સીડેન્ટ નો લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અને આ અકસ્માત ના બનાવની જાણ રાધનપુર પોલીસ ને થતાં તેઓએ પોલીસ પ્લેટ રાખેલ ગાડી અને ગાડી માંથી અડધી બોટલ ઈંગ્લીશ દારૂ સહિત ચાલકને પોલીસ મથકે લઈ જઈ કાયૅવાહી હાથ ધરી હતી જોકે આ કાર રિટાયડૅ પોલીસ ની હોવાનું અને કાર ચાલક પોલીસનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતની મળતી હકીકત મુજબ શનિવારે રાધનપુર હાઈવે માર્ગ પર થી દારૂના નશામાં પસાર થઈ રહેલા કાર નં જીજે ૦૨ ડીપી ૬૮૧૭ ના ચાલક પુલ ઉપર સામેથી આવતા બાઈક ચાલકને હડફેટે લીધો હતો જોકે સદનશીબે બાઈક ચાલક નો બચાવ થતા અને આ સમગ્ર ધટના નો લાઈવ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાધનપુર પોલીસે તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી કાર ચાલકને ઝડપી પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. જ્યારે ગાડીની તપાસ કરતા ગાડી માંથી અડધી ઇંગ્લિશ દારૂની બોટલ તેમજ પોલીસ લખેલ  પ્લેટ મળી આવી હતી. દારૂના નશામાં કાર ચલાવી અકસ્માત સર્જના ર પૃથ્વી સિંહ નામના યુવાનનાં પિતા મહેસાણા પોલીસ માં નોકરી કરી રિટાયડૅ થયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તપાસમાં કાર ચાલક પૃથ્વીકુમારની અટકાયત કરી મેડિકલ ચેકપ માં લઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર