રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

નંદાસણ પોલીસની મોટી સફળતા: ઈન્દ્રાડ 'લૂંટ વિથ મર્ડર' કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો

નંદાસણ પોલીસની મોટી સફળતા: ઈન્દ્રાડ 'લૂંટ વિથ મર્ડર' કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો
દાગીનાની લૂંટ કરી મહિલાની હત્યાને અંજામ આપ્યો હતો કડીના ઇન્દ્રાડ ગામમાં લૂંટ ચલાવી વૃદ્ધાની ઘાતકી હત્યાનો બનાવના મામલે લૂંટ કરી હત્યા કરનાર આરોપીની ગણતરીના જ કલાકમાં નંદાસણ પોલીસે કરી ધરપકડ સચિન મુકુંદભાઈ દંતાણી નામના આરોપીને નંદાસણ પોલીસે દબોચી લીધો, લૂંટનો મુદ્દામાલ આરોપીએ ઘટના સ્થળેથી બે કિલોમીટર દૂર જમીનમાં દાટી દીધો હતો. નંદાસણ પોલીસે આરોપીના સાથે રાખીને મુદ્દા માલ કબજે કરી ઘટનાનું રી કન્ટ્રક્શન કર્યું કરી સમગ્ર પ્રકરણ પરથી પરદો હટાવી દીધો હતો. કડી તાલુકામાં મહિલાઓ પર અત્યાચાર અને હત્યાના કિસ્સાઓએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી છે. નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણતરીના દિવસોમાં જ હત્યાની બે સનસનીખેજ ઘટનાઓ સામે આવતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તાજેતરની ઘટનામાં ઇન્દ્રાડ ગામની સીમમાં લૂંટના ઈરાદે 54 વર્ષીય મહિલાની ઘાતકી હત્યા કરી પુરાવાનો નાશ કરવા માટે તેમની લાશને ખેતરમાં દાટી દેવામાં આવી હતી. સાડા ચાર લાખના સોના-ચાંદીના દાગીનાની લૂંટ વિથ મર્ડરની ઘટનામાં સીસીટીવી ફૂટેજ અને ખેતરમાં પોચી જમીને ભેદ ઉકેલ્યો હતો. અજાણ્યા શખસો સામે પોલીસે તપાસ આદરી છે. ઇન્દ્રાડના હોડકા વિસ્તારમાં રહેતા શારદાબેન ઠાકોર (54) ગત 20 માર્ચના રોજ બપોરે 3:00 વાગ્યે ખેતરમાં ઘાસચારો લેવા ગયા હતા. મોડી સાંજ સુધી તેઓ પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ પત્તો ન લાગતા 21 માર્ચના રોજ નંદાસણ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણ કરી હતી. પોલીસે તપાસ દરમિયાન આસપાસની ફેક્ટરીઓના CCTV ફૂટેજ તપાસતા શારદાબેન સવિતા અમૃત ફાર્મ તરફ જતા અને સાંજે 5:00 વાગ્યે ઘાસચારાના પોટકા સાથે જોવા મળ્યા હતા. તેમની પાછળ એક શંકાસ્પદ વ્યક્તિ પણ દેખાઈ હતી. 23 માર્ચના રોજ ફાર્મમાં તપાસ કરતા લીંબુડીના વાવેતર પાસે નવી ખોદાયેલી પોચી માટી જોવા મળી હતી. શંકા જતાં પોલીસે વીડિયોગ્રાફી સાથે ત્યાં ખોદકામ કરાવતા આશરે 1 ફૂટ ઊંડાઈએથી મહિલાની કોહવાયેલી લાશ મળી આવી હતી. આમ નંદાસણ પોલીસ દ્વારા આરોપીને શોધી લૂંટ વિથ મર્ડરનું કોકડું ગણતરીના કલાકોમાં જ ઉકેલી આરોપીને જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.  
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર