પાટણ પાલિકામાં સમાવેશ કરાયેલ હાંસાપુરની જ્યોતિ નગર સોસાયટીના સ્થાનિકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત

જ્યોતિ નગર સો.સા.મા સ્ટ્રીટ લાઈટો અને સી.સી.રોડ બનાવવાની માંગ સાથે પાલિકામાં લેખિત રજુઆત કરાઈ
પાટણ પાલિકામાં સમાવિષ્ટ કરાયેલ હાંસાપુરની જ્યોતિ નગર સોસાયટીના સ્થાનિક રહીશો પ્રાથમિક સુવિધાના અભાવના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે સોસાયટીના રહિશોએ પોતાની પ્રાથમિક સુવિધાઓની માંગ સાથે પાલિકામાં સુત્રોચ્ચાર કરી પાલિકા પ્રમુખને લેખિત રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.રાજ્ય સરકારના જાહેરનામાથી વર્ષ ૨૦૧૬ થી જ્યોતિ નગર સોસાયટી નો ઓજી વિસ્તાર પાટણ નગર પાલિકામાં સમાવેશ કરાયેલો છે. ત્યારે હાંસાપુરની આ જ્યોતિ નગર સોસાયટીમાં આજ દિન સુધી સીસી રોડ, સ્ટ્રીટ લાઈટોની પ્રાથમિક સુવિધાઓ ન હોવાના કારણે રહિશો પરેશાન બન્યા છે.
સોસાયટીમાં ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ભરાવવાના કારણે મચ્છરોના ઉપદ્રવોથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાતી હોય છે. ત્યારે આ સંદર્ભે હાંસાપુર જ્યોતિ નગર સોસાયટીના સ્થાનિક રહીશોએ સીસી રોડ અને સ્ટ્રીટ લાઈટ સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટેની માગણીઓ સાથે પાટણ પાલિકાના પ્રમુખ હિરલબેન પરમારને લેખિત રજૂઆત કરી હતી. રજુઆત મામલે પાલિકા પ્રમુખ દ્રારા યોગ્ય કરવાની ખાતરી આપી હતી.
ટેગ્સ:#Local Government#Patan Municipality#Public Representation#Basic Facilities#Resident Concerns#Hansapur#Jyoti Nagar Society#Street Lights#CC Roads
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ: 'વોટ ચોર ગાદી છોડો'ના નારા સાથે ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ
1 દિવસ પહેલા
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
3 દિવસ પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
3 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
4 દિવસ પહેલા
