રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ભાભર

ભાભર-દિયોદર રોડ પરથી લાખોનો દારૂ ઝડપાયો: ફોરચૂનર કારમાંથી ₹9.25 લાખનો જથ્થો જપ્ત

ભાભર-દિયોદર રોડ પરથી લાખોનો દારૂ ઝડપાયો: ફોરચૂનર કારમાંથી ₹9.25 લાખનો જથ્થો જપ્ત

પોલીસે ૩૫૮૫ નંગ વિદેશી દારૂની બોટલો, મોબાઈલ નંગ -૨, કાર સહિત કુલ રૂ. ૧૯.૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સોને પકડી પાડયા

છેલ્લા કેટલાક સમયથી વાવ થરાદ જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમ છતાં બુટલેગર છાસવારે વિદેશી દારૂ ની હેરાફેરી કરતા ઝડપાયા છે. આજે વધુ એક વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને જતી ફોરચૂનર કારને એલસીબી પોલીસે ઝડપી પાડી છે 

 ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ  એલસીબી વાવ થરાદ પીઆઈ એપી ચૌધરી, હે.કો. દેવશીભાઇ, શૈલેષ કુમાર, વિષ્ણુજી, પો.કો‌. વિનોદભાઈ, નરભેરામ  અને અશોકભાઈ વગેરે પોલીસ સ્ટાફના માણસો ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ અને જુગારના કેસો શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન  મળેલી બાતમી હકીકત આધારે ભાભર થી દિયોદર તરફ જતા રોડ ઉપર મીઠા ગામની સીમમાં એક ફોરચૂનર કાર નંબર GJO1KR3310 વાળી કાર દારૂનો જથ્થો ભરીને જતી ઝડપી પાડી હતી. પોલીસે તલાશી લેતા કારમાંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમીટે હેરાફેરી કરવા માટેનો વિદેશી દારૂની બોટલો નંગ ૩૫૮૫ કિંમત રૂ.૯,૨૫,૭૪૯/ , મોબાઈલ નંગ -૨ કિ.રૂ.૧૦,૦૦૦/ અને ફોરચૂનર કાર કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/ મળી કુલ રૂ ૧૯,૨૫,૭૪૯/ નો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓ (૧) જોર સિંહ ગુમાનસિહ વાઘેલા રહે, દાંતીવાડા જિલ્લો બનાસકાંઠા,(૨) રોહિતસિંહ માનભા રાઠોડ રહે, ભાભર જુના, જિલ્લો વાવ થરાદ બન્ને અટક કર્યા હતા અને દારૂની કારનું પાયલોટિગ કરતી એક સ્વીફ્ટ કાર અને ચાલક સામે ગુન્હો ભાભર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર