રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

લકકી ડ્રોના નામે લાખો રૂપિયાનું ફુલેકુ ફેરવી નાસતા ફરતા માલિક અને પુત્રને એલસીબીએ દબોચ્યા

લકકી ડ્રોના નામે લાખો રૂપિયાનું ફુલેકુ ફેરવી નાસતા ફરતા માલિક અને પુત્રને એલસીબીએ દબોચ્યા

પાટણ મા લકકી ડ્રોના નામે લાખો રૂપિયાનું ફુલેકુ ફેરવી છેલ્લા નવ માસથી નાસતા ફરતા પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના આરોપી અને પાટણ હીરા જવેલર્સના માલિક સોની મહેન્દ્રભાઈ રતીલાલ અને તેમના પુત્ર સોની હિતેશ મહેન્દ્રભાઈ ને પાટણ એલસીબી ટીમે ઝડપી આગળની કાર્યવાહી માટે એ ડિવિઝન પોલીસ ને સોપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પાટણ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી આરોપીઓને પકડી પાડવા એલસીબી.સ્ટાફના માણસો પાટણ શહેરમા ખાનગી વાહનમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે પાટણ શહેરમા જુન ૨૦૨૦ ના સમય દરમ્યાન પાટણ શહેરના મેઇન બજારમા આવેલ હીરા જવેલર્સના માલિક સોની મહેંદ્રભાઇ રતિલાલ અને તેના પુત્ર સોની હિતેશ મહેન્દ્રભાઈ નાઓ દ્રારા લક્કી ડ્રો યોજના તથા સુર્વર્ણ બચત યોજના નામે લોભામણી જાહેરાત કરી દાગીના બનાવી આપવાનો વિશ્વાસ લોકોનો કેળવી ૧૬૦.૭૫૦ ગ્રામ સોનુ કિં.રૂ. ૮,૫૦,૦૦૦ તથા રોકડ રૂ.૩૧,૮૬,૦૦૦ મળી કુલ રૂ.૪૦,૩૬,૦૦૦ નો લોકો સાથે ઠગાઇ અને વિશ્વાસઘાત આચરેલ જે અંગે પાટણ સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં પાર્ટ-એ ગુનો દાખલ નોંધાયો હતો. નાસતા -ફરતા આરોપી સોની મહેંદ્રભાઈ રતિલાલ અને તેના પુત્ર સોની હિતેશ મહેન્દ્રભાઈ રહે.પાટણ મ.ન.૧૦ ગોલ્ડન રો હાઉસ તા.જી.પાટણ વાળાઓને પાટણ શહેર માથી પકડી પાડી તેઓની બી.એન.એસ. કલમ ૩૫(૧) (જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ પાટણ સીટી એ ડીવી.પો.સ્ટે. ખાતે સોંપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર