રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | અંબાજી

વડનગરથી અંબાજી સુધી રેલવે દોડશે: ઉત્તર ગુજરાતના વિકાસને નવી દિશા અને ગતિ મળશે

વડનગરથી અંબાજી સુધી રેલવે દોડશે: ઉત્તર ગુજરાતના વિકાસને નવી દિશા અને ગતિ મળશે

ઉત્તર ગુજરાતના રેલવે અને પ્રવાસન ક્ષેત્રને નવી દિશા આપતા તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવી રેલવે લાઇન પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય વેગવાન બન્યું છે. આશરે રૂ.3,050 કરોડના ખર્ચે આકાર પામી રહેલી 117 કિલોમીટર લાંબી આ રેલવે લાઇન શરૂ થતાં વડનગરથી અંબાજી સુધી સીધી રેલ સેવા શક્ય બનશે.

દુર્ગમ અને પહાડી વિસ્તારોમાંથી પસાર થતી આ રેલવે લાઇન માટે 11 સુરંગો (ટનલ), 54 મોટા પુલ અને સમગ્ર રૂટ પર 15 નવા રેલવે સ્ટેશનો બનાવવાનું આયોજન છે. શક્તિપીઠ અંબાજી લાખો ભક્તોની આસ્થાનું પ્રતીક છે, જ્યાં પહોંચવા હાલ વિવિધ માધ્યમોનો સહારો લેવો પડે છે. નવી રેલવે લાઇન કાર્યરત થતાં વડનગર સહિત ઉત્તર ગુજરાતના શ્રદ્ધાળુઓની સફર સરળ બનશે, ખાસ કરીને ભાદરવી પૂનમના મેળા દરમિયાન મોટી રાહત મળશે. આ પ્રોજેક્ટ ધાર્મિક પ્રવાસન ઉપરાંત ઉત્તર ગુજરાતના આર્થિક અને સામાજિક વિકાસમાં પણ નિર્ણાયક સાબિત થશે. અંબાજી, તારંગા હિલ અને આસપાસના વિસ્તારોમાં પ્રવાસીઓની સંખ્યા વધવાથી હોટેલ, પરિવહન, વેપાર-ધંધા અને સ્થાનિક રોજગારીની નવી તકો સર્જાશે. સમગ્રતયા, 117 કિલોમીટરની આ નવી રેલવે લાઇન ઉત્તર ગુજરાતના રેલવે નેટવર્કને સુદ્રઢ કરીને પ્રદેશની પ્રગતિને નવી ગતિ આપશે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર