રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા19 ફેબ્રુઆરી, 2025| Super Admin

શિયાળાના ઉત્તરાર્ધે વધુ એક મજબૂત વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ને લઈ વાતાવરણમાં પલટો

શિયાળાના ઉત્તરાર્ધે વધુ એક મજબૂત વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ને લઈ વાતાવરણમાં પલટો
ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના કેટલાક ભાગોમાં મધરાતે વરસાદી છાંટા શરૂ થતા ખેડૂતોમાં ઉચાટની સ્થિતિ રવિ સિઝન લેવાના ટાંકણી વાતાવરણમાં પલટો આવતા ખેડૂત વર્ગમાં ચિંતાનો માહોલ બે દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ પરંતુ વરસાદની શક્યતાઓ નહિવત : હવામાન વિભાગ, શિયાળાની વિદાય અને ઉનાળાનું આગમનના ટાંકણે વધુ એક ઉત્તરના પહાડી વિસ્તારોમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ અસરને લઈ બનાસકાંઠા જિલ્લાના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેના કારણે સોમવારની મધરાતે ડીસા તાલુકાના કેટલા ગામડાઓમાં વરસાદી છાંટા પડયા હતા. રવિ સિઝનના પાંખો લેવા ખેડૂતો કામે લાગ્યા છે. તેવા સમયે અચાનક બદલાયેલા વાતાવરણ અને વરસાદી છાંટાનું આગમન થતા ખેડૂત પણ ઉચાટ ની સ્થિતિમાં મુકાઈ ગયો હતો. હવામાન નિષ્ણાતો ના મતે ઉત્તર ભારતમાં સર્જાયેલા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ અને સાયકોલોનીક સિસ્ટમને પગલે હજુ આગામી બે દિવસ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે પરંતુ વરસાદની શક્યતાઓ બહુ ઓછી છે. પરંતુ વાદળછાયુ વાતાવરણને લઈ તાપમાનનો પારો વધશે જેથી ફેબ્રુઆરી મહિનામાં પણ પ્રજાજનો ને ગરમીનો અનુભવ થશે બદલાયેલા વાતાવરણ વચ્ચે પવનની ગતિમાં પણ વધારો જોવા મળશે; હવામાન નિષ્ણાતોના મતે છેલ્લા બે દિવસથી બદલાયેલા વાતાવરણને લઈ પવનની દિશા અને પવનની ગતિમાં પણ વધારો જોવા મળશે સામાન્ય પવન કરતાં પવનની ગતિમાં થોડોક વધારો થવો મળશે દેશના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ; ભારતીય હવામાન વિભાગના મતે દેશના ઉત્તર ભાગના કેટલાક રાજ્યોમાં વરસાદ થવાની શક્યતાઓ જોવા મળી રહે છે. જેમાં ગુજરાતમાં પાડોશી રાજસ્થાનમાં પણ કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે જેની અસર રાજસ્થાનના અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના કેટલાક ભાગોમાં પણ થાય તેવી શક્યતાઓ રહેલી છે. રવિ સિઝન લેવાના ટાંકણે બદલાયેલા વાતાવરણથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ; બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો દ્વારા રવિ સિઝન લેવાની કામગીરી શરૂ કરી છે તેવા સમયે વાતાવરણમાં પણ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ત્યારે આવા સમયે જો વરસાદ થાય તો ખેડૂત વર્ગને મોટું નુકસાન થવાની પણ શક્યતાઓ રહેલી છે.

સંબંધિત સમાચાર