રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
મહેસાણા25 જુલાઈ, 2025| Super Admin

મહેસાણા ખાતે પ્રભારી સચિવની જિલ્લાના બ્રિજ, રોડ-રસ્તા નાળાની હાલની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક

મહેસાણા ખાતે પ્રભારી સચિવની જિલ્લાના બ્રિજ, રોડ-રસ્તા નાળાની હાલની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના મંત્રીઓ તેમજ પ્રભારી સચિવઓ દ્વારા પુલ તેમજ રોડ રસ્તાની વિવિધ કામગીરીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજરોજ મહેસાણા કલેક્ટર કચેરી ખાતે પ્રભારી સચિવ ધનંજય દ્વિવેદીના અધ્યક્ષસ્થાને પુલ રોડ રસ્તાની સ્થિતિ, જિલ્લા આયોજન મંડળ અંતર્ગત ચાલતા વિવિધ વિકાસના કામોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકના જિલ્લામાં આવેલ વિવિધ મેજર માઇનોર બ્રિજ, માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના વિવિધ બ્રિજ, ધરોઈ કેનાલ વિભાગ હસ્તકના સાઇફન, કલ્વટર્સ, બ્રિજ આ ઉપરાંત સુજલામ સુફલામ, સ્ટેટ રોડ પ્રોજેક્ટ ડિવિઝન, ગુજરાત રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ, રેલવે વિભાગ, નેશનલ હાઇવે પ્રોજેક્ટ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ અમદાવાદ તેમજ નર્મદા નહેર વિભાગ સહિતના વિવિધ વિભાગો હસ્તકના જિલ્લામાં આવેલા બ્રિજ, રોડ- રસ્તા નાળાની હાલની સ્થિતિની જાણકારી મેળવી પ્રભારી સચિવએ સંબંધિત વિભાગોને લોકોને વાહન વ્યવહારમાં તકલીફ ન પડે તે પ્રકારે માટે રસ્તામાં ડાયવર્ઝન આપ્યા હોય તો ત્યાં જરૂરી સાઈન બોર્ડ સહિતની કામગીરી અંગે સૂચના આપી હતી. આ ઉપરાંત પ્રભારી સચિવએ જિલ્લામાં આવેલ સરકારી ઇમારતો મકાનોની સ્થિતિ અંગેની વિગતો મેળવી જર્જરીત હોય તેવા સ્ટ્રકચરો તુરંત જ ઉતારી લેવા સંબંધિત વિભાગોને સૂચના આપી હતી. બેઠકમાં પ્રભારી સચિવએ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં આવેલ પ્રશ્નોની સમીક્ષા કરી પદાધિકારીઓ દ્વારા રજુ કરવામાં આવેલ પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. આ ઉપરાંત બેઠક દરમિયાન પાણી પુરવઠા વિભાગ હસ્તકના વિવિધ ઓવરહેડ, ટાંકી, સંપ વગેરેની હાલની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી તેમજ પ્રભારી સચિવને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહેસાણા શહેરના વિવિધ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે પ્રેઝન્ટેશનના માધ્યમથી જાણકારી આપવામાં આવી હતી.

સંબંધિત સમાચાર