આવતીકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ડીસા ખાતે ₹૮.૮૧ કરોડના ખર્ચે અત્યાધુનિક બસ સ્ટેશનના નવીનીકરણનો શુભારંભ

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ડીસા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના મુસાફરોની સુવિધામાં વધારો કરવાના હેતુથી એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. ડીસા બસ સ્ટેશનના ₹૮.૮૧ કરોડના ખર્ચે નવીનીકરણ કરવાની કામગીરીનો ભવ્ય શુભારંભ આવતીકાલે કરવામાં આવશે.
આ વિકાસલક્ષી કામગીરીનો શુભારંભ ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા વન, પર્યાવરણ અને વાહનવ્યવહાર રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના વરદ હસ્તે કરવામાં આવશે.આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ અને પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે.નવા બનનારા આ બસ સ્ટેશનમાં મુસાફરો માટે આધુનિક વેઇટિંગ રૂમ, સ્વચ્છતા સુવિધા અને બસના સંચાલન માટેની અદ્યતન વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે. વિભાગીય નિયામક, એસ.ટી. પાલનપુર દ્વારા આ જાહેર કાર્યક્રમમાં પધારવા નગરજનોને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ટેગ્સ:#Deesa#townspeople#Harsh Sanghvi#Deputy Chief Minister#public event#Gujarat State Road Transport Corporation#renovation#Pravinbhai Mali#modern bus station
સંબંધિત સમાચાર
બનાસકાંઠાઅંબાજીની રાજસ્થાની ચણિયાચોળીની દેશ-વિદેશમાં ધૂમ, 2026ની નવી ડિઝાઇન્સ આકર્ષણનું કેન્દ્ર
2 દિવસ પહેલા
બનાસકાંઠાવડગામમાં સરફરાજ ભંગારીના ગોડાઉનમાં ભીષણ આગથી અફરાતફરી
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં તરખાટ મચાવતી હિપ્નોટાઇઝર ગેંગ પોલીસના સકંજામાં
3 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં એક જ દિવસમાં બે ટુ-વ્હીલર આગની ઝપેટમાં
3 દિવસ પહેલા
