ટ્રકો માંથી બેટરીઓની ચોરી કરી રિક્ષામાં જઈ રહેલા બે ઇસમોને હારીજ પોલીસે બાતમીના આધારે ઝડપી રૂ.૭૪ હજારનો મુદામાલ હસ્તગત કરી આગળની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે હારીજ પોલીસ તરફથી મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી તથા ઇ.નાયબ પોલીસ અધિક્ષક કે.કે.પંડયા રાધનપુરનાઓએ મિલ્કત સંબધી ગુનાઓ શોધી કાઢવા કરેલ સુચનાઓ આધારે હારીજ પીઆઈ એન.એ.શાહ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ હારીજ પોલીસ સ્ટાફના માણસો હારીજ પો.સ્ટે. વિસ્તારમા મિલ્કત સંબધી ગુનાઓ શોધી કાઢવા લગત ખાનગી વાહનમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન હકીકત મળેલ કે ઓટો રીક્ષા નં.જી.જે-૨૪-ડબલ્યુ ૮૧૪૩ વાળીમાં ચોરીની ટ્રકની બોટરીઓ ભરી સરવાલ થી હારીજ તરફ આવી રહેલ છે. જે હકીકત આધારે ટીમે હારીજ મુકામે ગોપાલ હોટલ આગળ નાકાબંધી કરી હતી તે દરમ્યાન ઉપરોક્ત નંબર વાળી ઓટો રીક્ષા પસાર થતાં તેને ઉભી રાખી તપાસ કરતાં તેમાંથી ટ્રકની બેટરીઓ નંગ-૦૩ કિ.રૂ.૨૪,૦૦૦ તથા ઓટો રીક્ષા કિંમત રૂ.૪૦,૦૦૦ તથા મોબાઈલ નંગ-૦ર કિંમત રૂ.૧૦,૦૦૦ મળી કુલ રૂ.૭૪,૦૦૦ ના મુદામાલ સાથે મનીષભાઇ ઉર્ફે મુકેશ ઉર્ફે મુન્નો ધમાભાઇ દેવીપુજક રહે મૂળ ઝીલવાણા તા.સમી જી.પાટણ હાલ રહે.હારીજ અને મુકેશભાઇ ભુપતભાઇ વાસફોડા (વાદી) રહે એકલવા તા.હારીજ જી.પાટણ વાળાની અટકાયત કરી આગળ ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
ટ્રકો માંથી બેટરીઓની ચોરી કરી રિક્ષામાં જઈ રહેલા બે ઇસમોને રૂ.૭૪ હજાર ના મુદામાલ સાથે હારીજ પોલીસે ઝડપ્યા

સંબંધિત સમાચાર
પાટણપાટણમાં કોંગ્રેસ દ્વારા ભાવનગર દારૂ કાંડના વિરોધમાં ધરણાં યોજાયા
1 દિવસ પહેલા
પાટણપાટણ શંકાસ્પદ લાલ ચટણીનો ૬૭૮ કિલોગ્રામ જથ્થો FDCA દ્વારા સીઝ
3 દિવસ પહેલા
પાટણપાટણ પાલિકાની વ્હાલા-દવલાની નીતિ: ઇન્દ્રપુરી સોસાયટીમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવાના મામલે આક્ષેપ
3 દિવસ પહેલા
પાટણકેરળના શિક્ષક ગુરુ પ્રસાદને સસ્પેન્ડ કરવા મામલે પાટણમાં વિરોધ દર્શાવ્યો
4 દિવસ પહેલા
