રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ24 મે, 2025| Super Admin

ઓટો રિક્ષામાં પેસેન્જરો ને બેસાડી તેમના દર - દાગીના અને રોકડ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ

ઓટો રિક્ષામાં પેસેન્જરો ને બેસાડી તેમના દર - દાગીના અને રોકડ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ
પાટણ એલસીબી પોલીસે પેસેન્જર બનીને ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. પોલીસે રાજુલાના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી સોનાની મગમાળા, રોકડ રકમ અને રિક્ષા સહિત કુલ 3,21,860 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પાટણના પોલીસ અધિક્ષક વી.કે.નાયીની સૂચના મુજબ એલસીબી પોલીસે મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે વિશેષ કામગીરી હાથ ધરી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. જેમાં GJ27U9260 નંબરની રિક્ષા શંકાસ્પદ જણાતા પોલીસે હારીજ મુકામેથી બે પુરુષ અને એક મહિલાની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓમાં કનુભાઈ ભીખાભાઇ સોલંકી, મહેશભાઈ દડુભાઇ સોલંકી અને શાંતુબેન ઉર્ફે કાંતુબેન શંકરભાઇ સોલંકીનો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીઓ રાજુલા, અમરેલીના રહેવાસી છે. આરોપીઓએ નાયતા ગામ પાસેથી એક દંપતીને રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી, તેમની નજર ચૂકવીને થેલામાંથી સોનાની મગમાળાની ચોરી કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 24.73 ગ્રામની સોનાની મગમાળા (કિંમત 2,07,360 રૂપિયા), 9000 રૂપિયાની રોકડ રકમ, બે મોબાઇલ ફોન (કિંમત 5,500 રૂપિયા) અને એક સીએનજી રિક્ષા (કિંમત 1,00,000 રૂપિયા) કબજે કરી છે. આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સંબંધિત સમાચાર