રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ભાભર

ભાભરની શ્રીનાથ સોસાયટીના મકાનમાંથી રૂ.૩.૩૦ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ભાભરની શ્રીનાથ સોસાયટીના મકાનમાંથી રૂ.૩.૩૦ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

એલસીબી પોલીસ દ્વારા બુટલેગરની અટકાયત

વાવ થરાદ જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે ભાભરની શ્રીનાથ સોસાયટીના એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૧૨૨૦ (કિ.રૂ.૩.૩૦ લાખ)  સહિત રૂ.૩.૩૫ લાખનો મુદ્દામાલ કબજે કરી બુટલેગર સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ વાવ થરાદ જિલ્લામાં દારૂ જુગાર જેવી પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવાની ઉચ્ચ અધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ એ.પી. ચૌધરી અને સ્ટાફના એએસઆઈ અશોકભાઈ,હે.કો. પ્રકાશભાઈ, હીરાભાઈ, પો.કો. ભરતસિંહ, મહેશદાન, વશરામભાઇ અને હરીસિંહ વગેરે ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. લગત પેટ્રોલિંગમાં હતા.તે દરમિયાન બાતમી મળેલ કે ભાભર શહેરની શ્રીનાથ સોસાયટીમાં રહેતા મિતેષ ઉર્ફે પપ્પુ ભરતભાઈ જયસ્વાલ વિદેશી દારૂનો ધંધો કરે છે. 

જે આધારે રેઈડ કરતા બાતમી વાળી જગ્યાએ મકાનમાં ગેરકાયદે અને વગર પાસ પરમીટની પરપ્રાંતિય વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ - ૧૨૨૦ (કિંમત રૂ.૩,૨૯,૯૨૫/) અને  અન્ય મુદામાલ સહિત કુલ રૂ ૩,૩૪,૯૨૫/ નો મુદ્દામાલ મળી આવ્યો હતો.આરોપીના મકાનમાંથી મુદામાલ કબજે કરી આ ગુનામાં  વિદેશી દારૂનો જથ્થો મકાનમાં રાખી વેચતા આરોપી  મિતેષ ઉર્ફે પપ્પુ જયસ્વાલને પકડી પાડયો હતો. વાવ થરાદ જિલ્લા એલસીબીમાં નવા આવેલા પીઆઈ એ.પી. ચૌધરીની ટીમે ભાભરમાંથી વધુ એક વિદેશી દારૂનો જથ્થો પકડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. એલસીબી પોલીસે પકડેલ મુદામાલ અને  આરોપીને ભાભર પોલીસ સ્ટેશન ખાતે લાવી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર