પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં આવેલી તાહેરપુરા પુલ નીચે પૈસાની લેતી દેતી મામલે કૌટુંબિક ભાઈ હુસેન નાગોરી અને ગુલામ શેખ નામના કૌટુંબિક ભાઈએ સાહિલ પિંઢારા પર ફાયરિંગ કર્યાની ઘટના સિદ્ધપુર પોલીસેને જાણ થતાં આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી લીધા; સિદ્ધપુરમાં કૌટુંબિક ભાઈઓ વચ્ચે પૈસાની લેતી દેતી મામલે છેલ્લે ઘણા દિવસોથી મન દુઃખ ચાલતું હતું, ત્યારે બે દિવસ અગાઉ સિદ્ધપુરના તહેરપુરાના પુલ નીચે કૌટુંબિક ભાઈ સાહિલ પીંડારા પર ગુલામ શેખ અને હુસેન નાગોરી નામના બે શખ્સોએ ગેરકાયદેસર દેશી તમંચાથી બે રાઉન્ડ ફાયરિંગ કરતા સાહિલ પિંઢારા નામના વ્યક્તિને પગના ભાગે ઈજા થઈ હતી, તેની જાણ થતાં સિદ્ધપુર પોલીસે બંને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા, ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુલામ શેખ અને હુસેન નાગોરી એમ બંને આરોપીઓને પકડી જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા.
Firing; પાટણના સિદ્ધપુરમાં પૈસાની લેતી દેતી મામલે ફાયરિંગ આરોપીઓની ધરપકડ

ટેગ્સ:#Crime#arrest#Injury#Siddhapur#Patan district#Police Action#gun violence#Family Conflict#Illegal Firearm#Money-taking dispute#Money-related Dispute
સંબંધિત સમાચાર
પાટણપદ્મનાભ મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ વચ્ચે જન્માષ્ટમીની ઉજવણી
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈન રિપેરિંગને પગલે પાલિકા દ્વારા પાણી કાપ મુકાયો
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુર પાસે કાર બેકાબૂ: અકસ્માતમાં ૧૬ વર્ષના કિશોરનું કમકમાટીભર્યું મોત
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરના ખોલવાડામાં સામાન્ય બાબતે કાવડયાત્રીઓ પર 4 શખ્સોએ હુમલો કર્યો
3 દિવસ પહેલા
