રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણાના મંડાલીમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી: મોટી જાનહાની ટળી

મહેસાણાના મંડાલીમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી: મોટી જાનહાની ટળી

ઉનાળાની શરૂઆત થતાની સાથે ઠેર ઠેર ગરમીના લીધે આગ લાગવાના બનાવ વધી જવા પામ્યા છે. રોજ બરોજ આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં મહેસાણા અમદાવાદ હાઈવ પર આવેલા મંડાલી ગામના ઇન્ડિયન પેટ્રોલ પમ્પ નજીક આવેલા ભંગારના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ લાગવાનો બનાવ બનવા પામ્યો છે. જે મહેસાણાના મંગળ પટેલ નામના વ્યક્તિનું ભંગારનું ગોડાઉન હોવાનું સામે આવ્યું છે. જે ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગ એટલી હદે વિકરાળ બની ગયેલ કે જે આગના ધુમાડાના ગોટે ગોટા બે કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા હતા. આગની ઘટના બનતાની સાથે ભંગારના ગોડાઉન અને બાજુમાં આવેલા પેટ્રોલ પમ્પ પર નાસભાગ મચી જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ફાયર સેફટીના અભાવે આ ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો હિવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આગ લાગવાની જાણ થતાં બાજુમાં આવેલીબનિરમા ફેક્ટરી તેમજ કડીની ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતાં, જ્યાં ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી આગને ઓલવવામાં આવી હતી. ફાયર ફાયટર દ્વારા સતત પાણીનો મારો ચલાવવી આગ કાબુ મેળવવા પ્રયાસ ચાલુ રાખતા આખરે આગ પર કાબુ મેળવતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાની થયેલ નથી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર