રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા9 જુલાઈ, 2025| Super Admin

ડીસાના આસેડા ગામ નજીક ચાલુ કારમાં ભીષણ આગ, કાર ચાલકનો આબાદ બચાવ

ડીસાના આસેડા ગામ નજીક ચાલુ કારમાં ભીષણ આગ, કાર ચાલકનો આબાદ બચાવ

ડીસા તાલુકાના આસેડા ગામ પાસે આવેલા ઘેટા ઉછેર કેન્દ્ર નજીક ગઇકાલે સવારે એક ચાલુ અલ્ટો કારમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે, કાર ચાલકે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક કારમાંથી બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો. જોકે, આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ગઇકાલે સવારે એક અલ્ટો કાર ઢુવા ગામ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તેમાં આગ લાગી હતી. આગ લાગતા જ કાર ચાલકે સમય ગુમાવ્યા વિના કારને રોડની સાઈડમાં ઉભી રાખીને નીચે ઉતરી ગયો હતો. ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી કાર ભડભડ સળગી ઉઠી હતી. ઘટનાની જાણ ડીસા નગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, ફાયર ટીમ પહોંચે તે પહેલા જ કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. પ્રાથમિક અનુમાન મુજબ, આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાય છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તે રાહતની વાત છે, પરંતુ કાર ચાલકને મોટું આર્થિક નુકસાન થયું છે.

સંબંધિત સમાચાર