વાવ શહેરના જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં વાવ પ્રા.શાળા નંબર 1 અને 2 એવી બે શાળાઓ આવેલી છે. બને શાળાઓ માં મળી અંદાજીત 500 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે બને શાળાની વચ્ચે થી 11 હજાર વોલ્ટેજનો વીજ વાયર પસાર થાય છે. વધુ માં અહીં થી મુખ્ય માર્ગ પસાર થાય છે. દિવસે અને રાત્રી ના સમય દરમિયાન આ બને હેવી વાયરો અથડાતા આગ ઝરે છે. આ આવાઝ થી લોકોના ટોળા એકત્રિત થઈ ભીડ ભેગી થઈ જાય છે. ઘટના છેલ્લા કેટલાય સમય થી બની રહી છે. પરંતુ વીજ તંત્ર ભર નિંદ્રામાં પોઢી રહ્યું છે. આ બાબતે વાવ પ્રા.શાળા નામુ શિક્ષકે મીડિયા સમક્ષ રજુ કરી હતી. જો રિસેશ ના સમયે આ બને વીજ વાયરો નો અર્થીગ થયા બાદ નીચે પડ્યા તો કેટલાય નિર્દોષ ભૂલકાઓ આનો ભોગ બની શકે છે? રાજકોટ ટી.આર.પી કાંડની ઘટનાની હજુ સહી સુકાઈ નથી તેવામાં ડીસાની ફટાકડાની ફેકટરીમાં આગ લાગતાં 21 લોકો મોત નો શિકાર બન્યા છે. ત્યારે વાવમાં કોઈ અઘટિત ઘટના ન સર્જાય તે પૂર્વે વીજ તંત્ર જાગૃત બની આ વીજ વાયર રીપેર કરે તેવી લોક માંગ છે.
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
વાવની બે પ્રા.સ્કૂલો વચ્ચે ઉભેલો વીજ પોલ જોખમી

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#public safety#local news#Emergency Response#Community Awareness#Primary Schools#Electricity Safety#Vav City#Hazardous Infrastructure#Power Lines#Education Safety
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
12 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
12 કલાક પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના ભોપાનગર રેલવે ફાટક પર ચક્કાજામ : એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો
2 દિવસ પહેલા
