પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
બાળકોના વિકાસમાં શિક્ષણનો મહત્ત્વપૂર્ણ ફાળો; પાલિકા પ્રમુખ

રામનગર અને બગવાડા પ્રા.શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો; 'કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025' અંતર્ગત શહેરની રામનગર પ્રાથમિક શાળા અને બગવાડા પ્રાથમિક શાળામાં પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર અને આઈસીડીએસ વિભાગના ઉર્મિલાબેન પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે પ્રવેશ મેળવનાર ભૂલકાંઓને કુમ કુમ તિલક સાથે મો મીઠું કરાવી શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે બાળકોના વિકાસમાં શિક્ષણનો મહત્ત્વપૂર્ણ ફાળો છે તેથી બાળકોને શિક્ષણ માટેનું યોગ્ય વાતાવરણ અને માર્ગદર્શન પૂરું પાડવાની જવાબદારી આપણા સૌની છે. આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા પરિવાર સહિત ના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#Education#Local Government#Patan Municipality#Parental Involvement#Community Engagement#ICDS Department#Educational Environment#Early Childhood Education#Municipal Leadership#Success Stories#Cultural Celebrations#Educational Initiatives#Child Development#School Entrance Festival#Girls' Education
સંબંધિત સમાચાર
પાટણજંગરાલ GEB કચેરી ખાતે પૂર્વ ધારાસભ્યના નેતૃત્વમાં આવેદનપત્ર પાઠવાયું
20 કલાક પહેલા
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
1 દિવસ પહેલા
પાટણપાટણમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
3 દિવસ પહેલા
