રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠા જિલ્લામાં દશેરાનું પર્વ ઉજવાયું : શસ્ત્ર પૂજન અને રાવણ દહનની ઉજવણી

બનાસકાંઠા જિલ્લામાં દશેરાનું પર્વ ઉજવાયું : શસ્ત્ર પૂજન અને રાવણ દહનની ઉજવણી
જિલ્લાવાસીએ જલેબી ફાફડા આરોગ્યા : સ્ટોલો પર ભારે ભીડ જોવા મળી આદ્યશક્તિ માં ના નવલા નોરતા પૂર્ણતાની સાથે આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજય સમા પર્વ વિજયાદશમીની ઠેરઠેર શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી નવરાત્રી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી ભાવિકો ભક્તો સહિત ખૈલૈયાઓ નવરાત્રિનું પર્વ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્યું હતું ત્યારે બુધવાર ના નોરતાની પુર્ણાહુતિ સાથે ગુરુવાર ના રોજ વિજ્યાદશમી પર્વ મનાવવામાં આવ્યુ નવરાત્રી દરમિયાન લોકો દ્વારા ઉપવાસ અનુષ્ઠાન વગેરે નું સમાપન કરવામાં આવ્યું હતું તેની સાથે વિજયાદશમી પર્વ ને લઇ અનેક સ્થળો પર ભગવાન રામની શોભાયાત્રા સહિત શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું  પોલીસ વિભાગ તથા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા પણ શસ્ત્ર પૂજન કરી વિજ્યાદશમી પર્વ મનાવવામાં આવ્યું હતુ દશેરાનો દિવસ પાવન ગણવામાં આવતો હોવાને લઈ  કેટલાક લોકો એ આજ ના દિવસે અનેક શુભકાર્યો ની પણ શરૂઆત કરી હતી  અનેક સ્થળો પર ગોપાળપુરી મહારાજા નું પણ દશેરાના દિવસે પૂજન અર્પણ કરવામાં આવ્યું હતું જિલ્લા મથક પાલનપુર અને ડીસા ખાતે પણ વિશાળ જનમેદની વચ્ચે રાવણ દહનના કાર્યક્રમો યોજાયા હતા આ ઉપરાંત દશેરાના દિવસે જલેબી ફાફડા ખાવાનો પણ વિશેષ મહિમા હોવાને લઈ લોકો જલેબી ફાફડાના સ્ટોળો પર પણ ખરીદી કરતા જોવા મળ્યા હતા. ડીસા ખાતે જાગીરદાર ક્ષત્રિય મંચ દ્વારા સામૂહિક શાસ્ત્ર પૂજન નું આયોજન થયું ડીસાના ત્રણ હનુમાન ખાતે ક્ષત્રિય જાગીરદાર સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સામૂહિક શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય જાગીદાર સમાજના વડીલો યુવાનોએ હાજરી આપી હતી. અને શાસ્ત્રોકત વિધિથી શસ્ત્ર પૂજન કર્યું હતું. અને ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. બનાસકાંઠા પોલીસ દ્વારા પણ ઠેર ઠેર શસ્ત્ર પૂજન થયું બનાસકાંઠા પોલીસ દ્વારા પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં શસ્ત્ર પૂજનનું આયોજન કરાયું હતું જેમાં પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહી શાસ્ત્રોકત વિધિ સાથે  શસ્ત્રનુ પૂજન કરી પ્રજાજનોની રક્ષા કરવા માટેનું પ્રાર્થના કરી હતી. બનાસકાંઠા વાસીઓએ ફાફડા જલેબીની જ્યાફત માણી આજના મોંઘવારીના યુગમાં દિવસેને દિવસે ચીજ વસ્તુઓનું વધારો થઈ રહ્યો છે ક્યારે ફાફડા જલેબીના ભાવમાં પણ વધારો થયો છે પરંતુ કેટલા તહેવારો સાથે સંકળાયેલી ચીજ વસ્તુઓ ને લોકો ચોક્કસથી ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે તેમ દશેરાના દિવસે જલેબી અને ફાફડાની જ્યાફત માનવામાં આવતી હોય છે જેને લઇ બજારમાં ઠેર ઠેર ફાફડા જલેબીના સ્ટોલો ઉપર લોકોની ખરીદીને ભારે ભેટ જોવા મળી હતી. જિલ્લા મથક પાલનપુર અને ડીસા ખાતે રાવણ કુંભકર્ણ અને મેઘનાથના પુતળાઓનું દહન થયુ બનાસકાંઠાના જિલ્લાના મુખ્યમથક પાલનપુર ખાતે શ્રીરામ સેવા સમિતિ દ્વારા જ્યારે ડીસા ખાતે શ્રીરામ સેના દ્વારા રાવણ દહનના કાર્યક્રમ આયોજન કર્યું હતું જેમાં રાવણ  મેઘનાથ અને કુંભકર્ણના મહાકાય પુતળાનુ દહન કરાયુ હતું. વિશાળ જનમેદની હાજરીમાં પૂતના દહન થયું હતું અને જય શ્રી રામનો નાદ ગુંજી ઉઠ્યો હતો  
  • Beta
Beta feature
  • Beta
Beta feature
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર