રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ3 જૂન, 2025| Super Admin

હારીજ પાલિકા સતાધીશોની ઉદાસીનતાને કારણે વોર્ડ નં.૫ ની મહિલાઓ જાતે ભૂગર્ભ ગટરની સફાઈ કરવા મજબુર બની

હારીજ પાલિકા સતાધીશોની ઉદાસીનતાને કારણે વોર્ડ નં.૫ ની મહિલાઓ જાતે ભૂગર્ભ ગટરની સફાઈ કરવા મજબુર બની
ભૂગર્ભ ગટરની સ્થાનિક મહિલાઓ દ્વારા કરાતી સફાઈનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ : પાટણ જિલ્લાની હારીજ પાલિકાના સત્તાધીશોની ઉદાસીનતાના કારણે શહેરીજનો રોડ-રસ્તા,  સફાઈ,  ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ અને રખડતા ઢોરોની સમસ્યાને લઈને પારાવાર મુશકેલી ભોગવી રહ્યા છે. શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓના નિરાકરણ માટે પાલિકા સતાધીશો સમક્ષ અનેક રજુઆત કરવા છતાં પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં ઉણી ઉતરેલ પાલિકા તંત્ર પ્રત્યે લોકોમા રોષ જોવા મળી રહ્યો છે. મંગળવારે શહેરના વોડૅ નં.૫ મા આવેલ જલારામ પાકૅ વિસ્તારમાં ૧૫ દિવસથી ચોક અપ બનેલી ભૂગર્ભ ગટરની સફાઈ મામલે પાલિકા તંત્ર સમક્ષ રજુઆત કરવા છતાં આજ-દિન સુધી ચોકઅપ બનેલ ભૂગર્ભ ગટરની પાલિકા તંત્ર દ્વારા સફાઈ કામગીરી ન કરાતાં વિસ્તારના લોકોમાં ઉભી થયેલી રોગચાળાની ભિતીને ધ્યાનમાં રાખીને વિસ્તારની મહિલાઓ દ્વારા જાતે જ ચોક અપ બનેલી ભૂગર્ભ ગટરની સફાઈ કામગીરી કરવામાં આવતી હોવાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પાલિકાની આ ગંભીર બેદરકારી પ્રત્યે અનેક ટીકાઓ સાભળવા મળી હતી. ત્યારે હારીજ પાલિકાના સતાધીશોની ઉદાસિનતાને કારણે સ્થાનિક રહીશોમા પાર્ટી પ્રત્યે પણ અણગમો ઉભો થવા પામ્યો છે. ત્યારે હારીજ નગર પાલિકાના સત્તાધીશોની સાન ઠેકાણે લાવવા  પાર્ટીના આગેવાનો દ્વારા કડક વલણ અપનાવવામાં આવે અને શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ સંતોષવામાં આવે તેવી માંગ શહેરીજનોમાં પ્રબળ બનવા પામી છે.

સંબંધિત સમાચાર