રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા10 સપ્ટેમ્બર, 2025| Super Admin

અસરગ્રસ્ત વિસ્તારમાં ૨ લાખથી વધુ ફૂડ પેકેટ અને પાણીની બોટલ વિતરણ બાદ આજે ફરી ૨ લાખ પેકેટ અને પાણીનું વિતરણ

અસરગ્રસ્ત વિસ્તારમાં ૨ લાખથી વધુ ફૂડ પેકેટ અને પાણીની બોટલ વિતરણ બાદ આજે ફરી ૨ લાખ પેકેટ અને પાણીનું વિતરણ

બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલ વિસ્તારમાં જિલ્લા કલેકટર મિહિર પટેલની આગેવાની હેઠળ વહીવટી તંત્ર દ્વારા રાઉન્ડ ધ કલોક કામગીરી કરવામાં આવી રહી છે. આજે તા. ૧૦ સપ્ટેમ્બરના રોજ કલેક્ટરના વડપણ હેઠળ વહીવટી તંત્ર દ્વારા કુલ ૧.૫૦ લાખ ફૂડ પેકેટ તથા ૧ લાખ પાણીની બોટલ અસરગ્રસ્ત વિસ્તારમાં વિતરણ કરવામાં આવી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર અને બનાસ ડેરીના સહયોગથી આ ફૂડ પેકેટ તૈયાર કરાયા છે. ફૂડ પેકેટમાં સુખડી, ચવાણું, પાપડી, ગાંઠિયા સહિતનો સૂકો નાસ્તો પેક કરવામાં આવ્યો છે. વરસાદમાં ફસાયેલા જરૂરિયાતમંદ લોકોને આ ફૂડ પેકેટ અને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ધાનેરા પ્રાંત અધિકારી કે.આર.ઉનડકટે જણાવ્યું કે, સરકાર અને કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ અસરગ્રસ્ત વિસ્તારમાં ફૂડ પેકેટ અને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગઇકાલે ૨ લાખથી વધુ ફૂડ પેકેટ અને પાણીની બોટલ વિતરણ કરાઈ છે અને આજે પણ વધુ ૨ લાખ ફૂડ પેકેટ અને પાણીની બોટલ વિતરણ કરવાની કામગીરી ચાલુ છે. આજે સુઈગામ તાલુકાના કણોઠી, લીંબાડા, મમાણા, કરોટી, સુઈગામ સહિતના વિસ્તારમાં ફૂડ પેકેટ અને પાણીની બોટલ વિતરણ કરવામાં આવી રહી છે. જે વિસ્તારમાં વરસાદી પાણી ઓછું થયું છે ત્યાં ટેન્કર દ્વારા પાણી આપવાની વ્યવસ્થા પણ કરાઈ છે.

સંબંધિત સમાચાર