રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા કોર્ટે સાપરાધ માનવ વધના કેસમાં આજીવન કેદની સજા ફટકારી

ડીસા કોર્ટે સાપરાધ માનવ વધના કેસમાં આજીવન કેદની સજા ફટકારી

ડીસાની ચોથી એડી.સેસન્સ કોર્ટે અદાવતમાં કરેલ મારમારીમાં એક ઇસમના મોતના કેસમાં આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. બનાવની હકીકત એવી છે કે, આશરે પાંચેક વર્ષ અગાઉ છોકરી ભગાડી લઈ જવા અંગે થયેલ મારામારીની ફરીયાદ બાબતે અદાવત રાખી આરોપીઓએ ગે.કા.મંડળી રચી ઘાતક હથિયારો ધારણ કરી ભરતભાઈ હરદાસભાઈ દેવીપુજક (ઉ.વ.50) ને માથાના ભાગે ઘા ઝીંકી મોત નિપજાવ્યું હતું અને અન્યોને ઘાયલ કર્યા હતા. જે બાબતની ફરીયાદ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમા આપેલ.ત્યારબાદ તપાસ કરનાર અધિકારીએ યોગ્ય તપાસ કરી આરોપીઓ વિરુધ્ધ પુરતો પુરાવો હોઈ કોર્ટમા ચાર્જશીટ દાખલ કરેલ.જે કેસ ડીસાના નામદાર ચોથા એડી.સેસન્સ જજ એમ. જે.ઝાલા સમક્ષ ચાલી જતા, સરકારી વકીલ એસ.કે જોશીએ આવા સાપરાધ માનવવધના કેસમા સાંયોગિક પુરાવાના આધારે વધુમા વધુ સજા કરવા ભારપુર્વક દલીલો કરેલ જે નામદાર કોર્ટ ગ્રાહ્ય રાખી આરોપીઓ મનોજભાઈ કાળુભાઈ દેવીપુજક, કમલેશભાઈ સુરેશભાઈ દેવીપુજક, વિમળાબેન કાળુભાઈ દેવીપુજક, દશરથભાઈ સુરેશભાઈ દેવીપુજક, રમેશભાઈ મગનભાઈ દેવીપુજક, નરેશાભાઈ રમેશભાઈ દેવીપુજક, અમેશભાઈ રમેશભાઈ દેવીપુજક (રહે.રોબસ મોટી,તા ડીસા) ને આજીવન સખત કેદની સજાનો આદેશ કર્યો હતો.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર