રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

નવી ભીલડીમાં ડીસા નાયબ કલેકટરે નિચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી

નવી ભીલડીમાં ડીસા નાયબ કલેકટરે નિચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી

ડીસા તાલુકાના નવી ભીલડી ગામમાં છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદી પાણી ઘરોમાં, સોસાયટીઓ અને નવી ભીલડી પ્રાથમિક શાળામાં ઘૂસી જતાં સ્થાનિક લોકોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિ સામે સ્થાનિકોએ તાત્કાલિક વ્યવસ્થા માટે તંત્ર સમક્ષ રજુઆત કરી હતી. ગ્રામજનોની આ રજૂઆતના આધારે ડીસા નાયબ કલેકટર નેહાબેન પંચાલ તથા તાલુકા વિકાસ અધિકારી જે.બી.ચૌધરી તથા ડીસા મામલતદાર ગ્રામ્ય વી.કે.બારોટ દ્વારા સ્થળ પર હાજરી આપી સમીક્ષા કરવામાં આવી હતી. તેઓએ લોકોની સમસ્યા સાંભળી અને પાણીના ભરાવાના કારણો વિશે સમજૂતી મેળવી હતી. ગ્રામજનો એ અધિકારીઓને પ્રાથમિક શાળામાં ભરાતા પાણીના લીધે અવર નવર શાળામાં બાળકો ને રજાઓ આપવી પડે છે. જેના લીધે બાળકોના અભ્યાસ પર માઠી અસર થાય છે. જેના યોગ્ય નિકાલ માટે રજૂઆત કરી હતી. નાયબ કલેકટર નેહાબેન પંચાલે સમીક્ષા બાદ હાઈવે એથોરીટી અને ગ્રામ પંચાયત સાથે મળી યોગ્ય નિકાલ થાય તે માટે માહિતી આપી હતી અને જે પણ જરૂરી મદદ હોય તે તેમના દ્વારા કરવામાં આવશે તેવૂ જણાવવા માં આવ્યૂ હતું.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર