રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ઊંઝા

ઊંઝા ગંજબજારમાં દૈનિક તલની ૫૦૦ બોરીની આવક

ઊંઝા ગંજબજારમાં દૈનિક તલની ૫૦૦ બોરીની આવક
તલના સરેરાશ ભાવ મણે રૂ ૧૬૦૦ થી ૨૬૦૦ સુધીના જોવા મળ્યા ઊંઝા ગંજબજારમાં દૈનિક તલની ૫૦૦ બોરીની આવક જોવા મળી રહી છે.ઊંઝા યાર્ડમાં હાલ તલની ૫૦૦ બોરીની આવકો જોવા મળી રહી છે. તલના સરેરાશ મણના ભાવ ૧૬૦૦ થી ૨૬૦૦ રૂપિયા જ્યારે સારા માલના ૨૩૦૦ થી ૨૬૦૦ રૂપિયા રહેવા પામ્યા છે. હાલ તલની આવકો ઉત્તર ગુજરાતમાંથી આવી રહી છે. ઠંડીની સીઝન હોવાથી લોકલ ઘરાકી સારી જોવા મળી રહી છે. જાન્યુઆરી મકરસંક્રાંતિ પર્વે તલની ઘરાકી લોકલ ઘાણીની છે. જે શિયાળું વસાણાની વાનગીઓ બનાવવા માટે વપરાય છે. જે જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિ સુધી રહેશે. તલનો ઉપયોગ કચ્ચરીયુ, ચીકી, રેવડી જેવી શિયાળું વસાણા બનાવવામાં થઈ રહ્યો છે. તેમજ શિયાળાની ગુલાબી ઠંડીમાં તલના તેલનો પણ વપરાશ વધારે થાય છે. જેમ જેમ ઠંડી જોર પકડશે તેમ તેમ વસાણાની ચીજવસ્તુઓનો વપરાશ પણ વધશે તેવું લાગી રહ્યું છે. વર્ષમાં બે વખત તલનું વાવેતર કરવામાં આવે છે. ઉનાળું તલનું વાવેતર માર્ચ મહિનામાં થાય છે જ્યારે તેની આવકો જુન મહિનાથી શરૂ થાય છે. જે આવક માત્ર એકજ મહિના સુધી રહે છે. પરંતુ તલનો વપરાશ ન હોવાથી વેપારીઓ શિયાળામાં લોકલ ઘરાકી સારી રહેતા ભાવ લેવા માટે સ્ટોક કરે છે. શિયાળામાં લોકલ ઘરાકી સારી હોવાથી વેપારીઓ બજારમાં માલ ઠલવે છે. ચોમાસું તલની સીઝન જાન્યુઆરી આખર સુધી જોવા મળશે. જાન્યુઆરી પછી જો ઠંડી જોર પકડશે તો સીઝન લંબાશે તેવું લાગી રહ્યું છે.    
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર