રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ગૌ સન્માન આહવાન અભિયાન : શિહોરીમાં ભવ્ય રેલી બાદ આવેદનપત્ર સુપરત

ગૌ સન્માન આહવાન અભિયાન : શિહોરીમાં ભવ્ય રેલી બાદ આવેદનપત્ર સુપરત

ગૌ માતાને રાષ્ટ્ર માતા તરીકે દરજ્જો આપવાની  માંગ બુલંદ બની

સમગ્ર દેશમાં ભારતના દરેક સ્થળે હિન્દુ ધર્મની સંસ્કૃતિ અને આસ્થા ધરાવે એવી ગૌ માતા માટે ગૌ સમ્માન આહવાન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ શ્રી વાદળી ગૌ માતાના મંદિર ખાતેથી હિંદુ ધર્મના લોકોએ રેલી કાઢી ગૌ સંરક્ષણ અને સંસ્કૃતિના પવિત્ર કાર્યમાં આજુબાજુના ધર્મપ્રેમી જાહેર જનતા જોડાઈ હતી અને ગૌ માતાને રાષ્ટ્ર માતા તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે આપણા દેશમાં સંપૂર્ણ રીતે ગૌ હત્યાનો અંત આવે તે હેતુથી ગૌ સન્નમાન આહવાન અભિયાનમાં જોડાયા હતા. અને જય ગૌ માતા. જય શ્રી રામના જય ઘોષ સાથે અમારી માંગે પુરી કરોના નારા સાથે આ રેલી શ્રી વાદળી ગૌ માતાના મંદિર ખાતેથી નીકળી હતી અને શિહોરી મેઈન બજાર થઈ શિહોરી પાટણ ચાર રસ્તા વાદળી ગૌ માતાના સ્ટેચ્યુ પાસેથી  મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી અને ત્યાંથી  મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપ્યું હતું.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Shihori

સંબંધિત સમાચાર