રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ20 એપ્રિલ, 2025| Super Admin

ધારપુર મેડિકલ કોલેજ રેગિંગ કાંડમા 13 વિધાર્થી ના કોર્ટે જામીન મંજૂર કર્યા

ધારપુર મેડિકલ કોલેજ રેગિંગ કાંડમા 13 વિધાર્થી ના કોર્ટે જામીન મંજૂર કર્યા
પીએમ રિપોર્ટમાં વિધાર્થી નું હાટૅ એટેક થી મોત નિપજયાં નું સામે આવ્યું; પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં થયેલા રેગિંગ કાંડમાં મૃતક સુરેન્દ્રનગરના વિદ્યાર્થી અનિલ ના પીએમ રિપોર્ટમાં તેનું હાર્ટઅટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું છે.સાથે પેનલ ડોકટર દ્વારા સતત ટોર્ચરથી હાર્ટએટેક આવી શકવાનો અભિપ્રાય આપ્યો છે. ધારપુર મેડિકલ કોલેજમાં MBBS પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી સુરેન્દ્રનગરના જેસડાના અનિલ મેથાણીયા (ઉંમર વર્ષ 18)નું સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રાત્રે હોલમાં બોલાવી કલાકો સુધી રેગિંગ કરતા અચાનક ઢળી પડ્યા બાદ તેનું મોત થયું હતું. રેગિંગ મામલે પોલીસે 15 વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધી ધરપકડ બાદ પાટણની સબ જેલમાં મોકલાયા હતા. તપાસ અધિકારી પીઆઇ પી.જે.સોલંકી દ્વારા આ કેસમાં મૃતકનું પેનલ ડોકટર પાસે પીએમ કરાવી રિપોર્ટ આવે ત્યાં સુધી વધુ તપાસનો દોર શરૂ કર્યો હતો. જેમાં 30 થી વધુ નિવેદનો બાદ કમિટીનો રિપોર્ટ,પીએમ રિપોર્ટ એફએસએલનો રિપોર્ટ, સાયબર સેલનો રિપોર્ટ મેળવી ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કરી દીધી છે. ચાર્જશીટ રજૂ થયા બાદ 15 એપ્રિલે 5 વિદ્યાર્થીઓએ હાઇકોર્ટમાં જામીન અરજી મૂકી હતી જેમાંથી ત્રણેય ની ઉંમર 20 વર્ષથી નાની હોય તેને ધ્યાને લઈ જામીન મળ્યા હતા. તેજ દિવસે હાઇકોર્ટની જામીન અરજીને ધ્યાન લઈ પાટણ સેશન કોર્ટ 10 વિદ્યાર્થીઓના જામીન મંજૂર કર્યા હતા. હાલમાં માત્ર બે જ વિદ્યાર્થીઓની જામીન અરજી હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. જેથી તેવો સુજનીપુર સબ જેલમાં હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર